પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજમાં એક અઠવાડિયા સુધી દેશી રમતો યોજાઇ

  • પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજમાં એક અઠવાડિયા સુધી દેશી રમતો યોજાઇ
    પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજમાં એક અઠવાડિયા સુધી દેશી રમતો યોજાઇ

પોરબંદર તા.3
આજની યુવતિઓ દેશી રમતોથી વિમુખ થતી જાય છે ત્યારે પોરબંદરની આર્યક્ધયા ગુરૂકુળ મહિલા કોલેજમાં ફીટ ઇન્ડીયા સપ્તાહ અંતર્ગત દેશી રમતોત્સવનું આયોજન કરવામાં આવતા યુવતિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કોલેજકક્ષાએ વિદ્યાર્થીનીઓમાં સ્વસ્થતા પરત્વે સભાનતા કેળવાય તથા શારીરીક સક્ષમતા દ્વારા યુવા પેઢી એક સશકત ભારતનું નિર્માણ કરે તથા વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્ર્વાસ, હિંમત, સહનશક્તિ જેવા સદગુણોનું સિંચન થાય તે માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફીટ ઇન્ડીયા મુવમેન્ટને ઉજાગર કરવા ગુરૂકુલ મહિલા કોલેજના ખેલકૂદ યોગ વ્યાયામ ધારા તથા એન.એસ.એસ.ના સંયુકત ઉપક્રમે ફીટ ઇન્ડીયા સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ફીટ ઇન્ડીયા પ્રાદેશીક રમતો પર ભાર મુકવામાં આવેલો અને વિદ્યાર્થીનીઓને ખોખો, નારગોલ, તેજ ચાલ, દોડ જેવી વિવિધ રમતો રમાડવામાં આવેલી તથા યોગઅ ને પ્રાણાયામની તાલિમ પુરી પાડવામાં આવેલી સાથે સ્પોર્ટસ કવીઝનું પણ આયોજન હાથ ધરવામાં આવેલું. વિદ્યાર્થીનીઓએ ઉષ્માભેર વિવિધ રમતોમાં ભાગ લઇ શારીરીક કૌશલ્ય કેવેલા અને રમત-ગમત તથા યોગાની જીવનમાં તાતી જરૂરીયાત પરત્વે સભાનતા કેળવેલી. સમગ્ર ફીટ ઇન્ડીયા સપ્તાહને સાક્ષર કરવા કોલેજના પ્રિન્સીપાલ ડો. અનુપમ નાગરે પ્રેરણા અને માર્ગદર્શન પુરા પાડેલા તથા કાર્યક્રમને સફળ બનાવવા ખેલ કુદ, વ્યાયામ ધારાના કોર્ડિનેટર પ્રા. શોભનાબેન વાળા તથા એન.એસ.એસ. કોર્ડીનેટર ડો. કેતકીબેન પંડયા તથા ડો. નયનભાઇ ટાંક દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલી હતી.