પોરબંદરમાં વિશ્ર્વ વિકલાંગ દિવસની ઉજવણી

  • પોરબંદરમાં વિશ્ર્વ વિકલાંગ દિવસની ઉજવણી
    પોરબંદરમાં વિશ્ર્વ વિકલાંગ દિવસની ઉજવણી

પોરબંદર તા.3
પોરબંદરમાં વિશ્ર્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, પોરબંદર તથા શ્રી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, પોરબંદરના સંયુકત ઉપક્રમે વિશ્ર્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે પોરબંદર જીલ્લાના દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાઇસીકલ, વ્હીલચેર આપવામાં આવેલ અને 13ર જેટલા દિવ્યાંગ ભાઇ-બહેનોને યુ.ડી.આઇ.ડી.નું કાર્ડ વિતરણ કરવામાં આવેલ. સમગ્ર વિશ્ર્વની કુલ વસ્તીના 1પ ટકા લોકો જુદી-જુદી દિવ્યાંગતા ધરાવતા લોકો છે. સમગ્ર વિશ્ર્વમાં વ્હુ ના સર્વે પ્રમાણે 100 કરોડ લોકો દિવ્યાંગતા ધરાવે છે, ત્યારે આ દિવ્યાંગ વ્યકિતઓના હક્કોનું રક્ષણ થાય અને તેમની દિવ્યાંગતા તેમના માટે અભિષાપરૂપ ન બની રહે તે માટે તેમના કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને તેમના જીવનને સુખી બનાવવા પ્રયત્ન કરવામાં આવે છે તથા લોકોનું ધ્યાન દિવ્યાંગો તરફ રહે તેવા આદર્શ પ્રયત્નો આવા કાર્યક્રમોના માધ્યમ દ્વારા કરવામાં આવે છે.
આ સમારંભના અધ્યક્ષ સ્થાને ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, પોરબંદરના ટ્રસ્ટી અને શહેરના સુપ્રસિધ્ધ તબીબ ડો. સુરેશ ગાંધી, મુખ્ય અતિથિ તરીકે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયુરભાઇ મોરી, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી જોશી, જીલ્લા પ્રોટેકશન ઓફીસર કરગટીયા, સમાજ સુરક્ષા પ્રોબેશનલ ઓફીસર ચાવડા, સમાજ સુરક્ષા ખાતુ તથા બાળ સુરક્ષા એકમની ટીમના સદસ્યોની વિશેષ ટીમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા મંગલ પ્રાર્થના અને સ્વાગતગીત દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલો. મહાનુભાવોના વરદ હસ્તે અને દિવ્યાંગ બાળકના હસ્તે દિપ પ્રગટીકરણ કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ.
આ પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી જોશી, સરકારની બાળ કલ્યાણ યોજનાઓની વિસ્તૃત માહિતી આપેલ તેજ રીતે જીલ્લા સમાજ સુરક્ષા ઈધકારી (ઇન્ચાર્જ) મયુરભાઇ મોરીએ દિવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓની માહિતી દિવ્યાંગ ભાઇ-બહેનોને આપવામાં આવી. આ પ્રસંગે ડો. સુરેશભાઇ ગાંધી પોતાના પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું કે, યોજનાનો દિવ્યાંગ ભાઇ-બહેનો લાભ મેળવી પોતાની દિવ્યાંગતા હોવા છતાં સમાજમાં સન્માનભેર જીવન પસાર કરી શકે છે, દિવ્યાંગ ભાઇ-બહેનો શારીરીક રીતે ભલે અક્ષમ હોય પણ મનસીક રીતે સક્ષમતા કેળવી આત્મસન્માનપૂર્વક જીવન પસાર કરવાની શુભકામનાઓ પાઠવવામાં આવેલી. ઉપસ્થિત સર્વે ગણમાન્ય મહાનુભાવોનું દિવ્યાંગ ભાઇ-બહેનો દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર જીલ્લાના જરૂરીયાતમંદ દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાઇસીકલ, વ્હીલચેર અને યુડીઆઇડીકાર્ડ અર્પણ કરવામાં આવેલા. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઇ-બહેનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે દિવ્યાંગોના રોજગારીના પ્રશ્ર્નો અંગે શિક્ષણના પ્રશ્ર્નો અંગે સરકારમાં થઇ રહેલી કામગીરી અંગેની વિસ્તૃત માહિતી સંસ્થાના સેક્રેટરી કમલેશભાઇ ડી. ખોખરીએ આપેલ અને કાર્યક્રમના સમાપનમાં સંસ્થાના કારોબારી સભ્ય મૌલીકકુમાર ખોખરીએ આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ.