ગીરગઢડાના સનવાવ નદીનો પાળો હલકી ગુણવતાનો: રજૂઆત

  • ગીરગઢડાના સનવાવ નદીનો પાળો હલકી ગુણવતાનો: રજૂઆત
    ગીરગઢડાના સનવાવ નદીનો પાળો હલકી ગુણવતાનો: રજૂઆત

ઉના તા.3
ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે આવેલ સ્મશાનને અડી આવેલ નદીમાં પુરસરક્ષણ પાળો બંધાયે હોય અને આ પુરસરક્ષણ પાળો જે પંચાયત દ્વારા કામ થયેલ છે. જેમાં નબળુ અને હલકી કક્ષાનું મટીરીયલ વાપરેલ હોય જેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ સનવાવ ગામે સ્મશાનને અડીને આવેલ નદીમાં પુરસરક્ષણ માટે પાળો બાંધવામાં આવ્યો છે. આ પુરસરક્ષણ પાળો બનાવવામાં રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જેના કારણે આ કામ હલકી ગુણવતાનું કામ થયેલ હોવા બાબતે પંચાયતના સભ્ય માવજીભાઈ ભીખાભાઈ ભાલીયાએ ગામના સરપંચ ગીતાબેન રમેશભાઈ બારૈયા હસ્તે વહીવટી અને પ્રતિનિધિ તરીકે રમેશભાઈ બારૈયાને મોબાઈલથી જાણ કરતા તેવોએ કામ બંધ કરી આપો તેવું કહેલ હતું.
જોકે આ નદીમાં પાળો બાંધેલ જેમાં મટીરીયલ હલકી ગુણવતાનું અને રેતીનો કોઈ જાતનો ઉપયોગ કરાયો ન હોવાથી આ અંગેની જાણ કરતા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા પંચાયત સભ્યના પ્રતિનિધિ માવજીભાઈ ભાલીયા અને ઉન્નડભાઈ ચાવડા વિરૂધ્ધ રાજકીય વગ ધરાવી ગીરગઢડા પોલીસમાં ફરીયાદ કરાયેલ છે. આમ નદીમાં જે પાળો બાંધવામાં આવેલ તેને મજબૂત બનાવી ગ્રામજનોના હીત કામ કરવામાં આવે અને આ બન્ને પંચાયત સભ્યોના પ્રતિનિધિ હોય તેમના પર થયેલ ખોટી ફરીયાદ પરત ખેચી લેવા મામલતદારને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.