લીંબડી નજીકથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સ પકડાયો

  • લીંબડી નજીકથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સ પકડાયો
    લીંબડી નજીકથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સ પકડાયો

વઢવાણ તા. 3
ગેરકાયદેસર ઇંગ્લીશદારૂની બોટલ નંગ- 577નો જથ્થો ભરેલી બોલેરો પીકઅપ ગાડી સાથે એક શખ્સની લીંબડી પોલીસે પકડી પાડયો હતો.
લીંબડી પોલીસ સ્ટેશનના પો.હેડી.કોન્સ. દશરથસિંહ લાલજીભાઇ તથા પો.કોન્સ.કીરીટસિંહ રણજીતસિંહને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી જેમાં પ્લાસ્ટીકના કેરેટની આડમાં દમણથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની બોટલો ભરી નીકળેલ છે. અને રાજકોટ તરફ જનાર છે. તેવી બાતમી આધારે લીંબડી પોલીસેને.હા. રોડ ઉપર વોચ રાખી જગદીશ ઠાકરશીભાઇ પટેલ (ઉ.વ.36) રહે. રાજકોટવાળાને મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નં. જીજે-18-એઝેડ-3970 વાળીમાં પ્લા.ના. કેરેટની અડમાં ભરેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટમાં પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની 750 મી.લી.ની કુલ બોટલ નંગ-577 કિ.રૂા. 04,46,2908/- કબજામાં રાખી ગેે.કા. હેરાફેરી કરી બોલેરો પીકઅપ ગાડી નં. જીજે-18-એઝેડ-3970 કિ.રૂા. 04,00,000/- તથા કેરેટ નંગ -50 કિ.રૂા. 5,000/- તથા મોબાઇલફોન નંગ 1 કિ.રૂા. 50000/- વગેરે મળી કુલ રૂા. 08,57,180/- નો મુદામાલ સાથેે ઝડપી પાડી મુદામાલ કબજે કરી મુજબનો ગુન્હો રજી. કરાવી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે.