કેન્દ્ર સરકારે લઘુમતી સમુદાય માટે રૂા. પાંચ હજાર કરોડના ફંડની ખાસ જોગવાઇ કરી

  • કેન્દ્ર સરકારે લઘુમતી સમુદાય માટે રૂા. પાંચ હજાર કરોડના ફંડની ખાસ જોગવાઇ કરી
    કેન્દ્ર સરકારે લઘુમતી સમુદાય માટે રૂા. પાંચ હજાર કરોડના ફંડની ખાસ જોગવાઇ કરી

પોરબંદર તા.3
કેન્દ્ર સરકારે લઘુમતી સમુદાય માટે રૂા. પાંચ હજાર કરોડના ફંડની ખાસ જોગવાઇ કરી હોવાની ગાંધીભુમિ પોરબંદરની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય અલ્પ સંખ્યક આયોગના સભ્યએ આપી માહિતી આપી હતી.
રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના સભ્ય સુનિલ સિંધિએ પોરબંદર જિલ્લાની મુલાકાત લઇ લઘુમતી સમુદાયમાં પાત્રતા ધરાવતા તમામ સમાજના લાભાર્થીઓને રાજય સરકારના સંકલન હેઠળ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધારે અને વિસ્તૃત લાભ મળે તે માટે જીલ્લા પ્રશાસન સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેઓએ લઘુમતિ સમાજમાં વિવિધ સંગઠન, સંસ્થા અને સમુદાયના આગેવાનો સાથે ફળદાયી ચર્ચા કરી સુચન ધ્યાનમાં લઇ પોરબંદર જીલ્લો વડાપ્રધાનના 15 મુદ્દા કાર્યક્રમમાં અગ્રેસર રહે છે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના સભ્ય સુનિલ સિંધિએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લઘુમતિ સમાજના લાભાર્થીઓને વધારે લાભ મળે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ આવે તે માટે અગાઉ રૂા. 1600 કરોડનું બજેટ હતું. તે વધારીને રૂા. પ000 કરોડનું કરી સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાર્થક કરેલ છે. લઘુમતિ સમાજના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂા. ર0 લાખ સુધીની વ્યાજ મુકત લોન સહિતની અનેક યોજના ઉપરાંત સ્કોલરશીપનો વ્યાપ વધે તે માટે 15 મુદ્દા પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ સંવેદનશીલ અભિગમ દાખવી કલ્યાણકારી યોજનાઓની અમલવારી માટે પ્રશાસનને માર્ગદર્શન આપ્યું છે ત્યારે આ પ્રોજેકટથી વંચિતોનો પણ વિકાસ થશે.
રાષ્ટ્રીય લઘુમતિ આયોગના સભય સુનિલ સિંધિએ અધિકારીઓને આ યોજના અંતર્ગત દર ત્રણ મહિને લાભાર્થીઓને મળેલી સહાય અને લાભાર્થીઓની સંખ્યા અંગેની સમીક્ષા કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું. પોરબંદર નરગપાલિકા વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવાસ, શિષ્યવૃતિ અને રોજગારી તેમજ સ્કીલ ડેવલોપમેન્ટ સહિતના મુદ્દે આગેવાનોના સુચનો મેળવી લાભાર્થીઓને યોજનાઓની માહિતી મળે તે માટે કેમ્પ કરવા અને ઓનલાઇન એપ્લીકેશન અંગે પણ જાગૃતિ આવે તે માટે ઝુંબેશ ચલાવવા સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
આ બેઠકમાં પોરબંદર જિલ્લામાં લઘુમતિ સમાજના લાભાર્થે યોજનાઓની સંતોષકારક કામગીરી અંગે જિલ્લા કલેકટર અને ટીમ પોરબંદરને અભિનંદન આપી તેઓએ સિધ્ધિના નવા આયામો સિધ્ધ કરવા દિશા નિર્દેશ આપ્યો હતો. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ) એચ.એચ. મહેતાએ જિલ્લા થયેલી કામગીરીનું પ્રેઝનટેશન રજુ કર્યુ હતું. અધિક કલેકટર રાજેશ એમ. તન્નાએ આગામી આયોજનની માહિતી આપી હતી. જિલ્લા કલેકટર ડી.એન. મોદીએ સભ્યનું સ્વાગત કરી સમગ્ર જિલ્લામાં થયેલી કામગીરીની રૂપરેખા આપી હજુ વધુ લક્ષ્યાંકો સિધ્ધ કરવા પણ અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી કે.વી. બાટી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને લઘુમતિ સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.