વિશ્વ વિકલાંગ દિને જીટીયુની અનોખી જાહેરાતઃ દિવ્યાંગજનોના ઓડિટ માટે ખાસ કોર્સની વિચારણા

  • વિશ્વ વિકલાંગ દિને જીટીયુની અનોખી જાહેરાતઃ દિવ્યાંગજનોના ઓડિટ માટે ખાસ કોર્સની વિચારણા
    વિશ્વ વિકલાંગ દિને જીટીયુની અનોખી જાહેરાતઃ દિવ્યાંગજનોના ઓડિટ માટે ખાસ કોર્સની વિચારણા

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીતરફથી વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે દિવ્યાંગજનોની સ્થિતિનું ઓડિટ કરવા અંગેનો વિશિષ્ટ કોર્સ શરૂ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. વૈશ્વિક સમાજસેવી સંસ્થા વોઈસ ઑફ સ્પેશ્યલી એબલ્ડ પિપલના સ્થાપક પ્રણવ દેસાઈ અને જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે વિચારવિમર્શ કર્યો હતો, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો. જીટીયુ ના વાઈસ ચાન્સેલર ડૉ.શેઠે આ બેઠકમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં દિવ્યાંગજનો માટે કંઈક કરવા અનુરોધ કર્યો હતો. તેને અનુલક્ષીને વિશ્વ દિવ્યાંગ દિનની પૂર્વ સંધ્યાએ અમે આ નિર્ણય લીધો હતો. બેઠકમાં એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. રાજુલ ગજ્જર અને જીટીયુના રજીસ્ટ્રાર ડૉ.કે.એન.ખેર પણ ઉપસ્થિત હતા.