DPS Meghaninagar : બીયુ, એનઓસી, પરવાના વગરની બિલ્ડિંગમાં ચાલે છે સ્કૂલ
અમદાવાદઃ હાથીજણ નજીકના હિરાપુર ગામે આવેલી ડીપીએસ ઇસ્ટસ્કૂલનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં અમદાવાદના મેઘાણીનગરમાંઆવેલી ડીપીએસ પ્લે સ્કૂલનો નવો વિવાદ સામે આવ્યો છે. કેશવબાગ સોસાયટીમાં એક બિલ્ડિંગમાં ચાલતી આ સ્કૂલ અંગે જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ માગેલી માહિતીમાં નવી જ વિગતો બહાર આવી છે. આ સ્કૂલ જે બિલ્ડિંગમાં ચાલે છે તેના કોઈ અધિકૃત દસ્તાવેજ એએમસીપાસે ન હોવાનું જણાવાયું છે. શાહીબાગની ગુરુકુળ સોસાયટીમાં રહેતા માધુરી સિંહ દ્વારા માહિતી અધિકારના કાયદા હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ પાસે કેશવબાગ સોસાયટીમાં એક બિલ્ડિંગમાં ચાલતી DPS પ્લે સ્કૂલ અને MBT સિક્યોરિટી સર્વિસ નામની એક ઓફિસ કાર્યરત છે. આ બંને સંસ્થાઓ અંગે વિવિધ માહિતી માગવામાં આવી હતી. અરજદારે નીચે મુજબના પાંચ પ્રશ્નો પુછ્યા હતા.
Top News
