સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ

  •  સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ
    સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ

અમરેલીઃ રાજ્યની ઓળખ એવા એશિયાટિક સિંહને પજવણી કરવાની ઘટનાઓ અવાર-નવાર આવતી રહે છે. આજે મંગળવારે ફરી આવો જ એક વીડિયો વાયરલથયો છે, જેમાં સડક પરથી પસાર થઈ રહેલા બે સિંહને(Lion) પરેશાન કરવામાં આવી રહ્યા છે. સિંહોથી માત્ર 5થી 10 ફૂટના અંતરે તેમની પાછળ કાર દોડાવામાં આવી છે. ધારીગીર પૂર્વનાવીરપુરથી ગઢીયા વચ્ચેનો આ વીડિયો હોવાનું અનુમાન છે. દિવસ દરમિયાને બે સિંહ જ્યારે સડક પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કારચાલકે તેમની પાછળ વાહન ચલાવીને તેમને પરેશાન કર્યા હતા. આટલું જ નહીં કારચાલકે તેમનો વીડિયો પણ ઉતાર્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.