જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ પદે રહેશે કે પછી પત્તું કપાશે? સંગઠન રચનાની તૈયારીઓ

  • જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ પદે રહેશે કે પછી પત્તું કપાશે? સંગઠન રચનાની તૈયારીઓ
    જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ પદે રહેશે કે પછી પત્તું કપાશે? સંગઠન રચનાની તૈયારીઓ

અમદાવાદઃ ભાજપના સંગઠનની સંરચનાની તૈયારીઓ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, બુથ અને મંડલ સ્તરની રચનાઓ બાદ આ સપ્તાહે જિલ્લા-શહેર પ્રમુખોની જાહેરાત થશે. નવા પ્રદેશ પ્રમુખનીચૂંટણી માટે ભાજપની કેન્દ્રીય પાંખ દ્વારા 2 નિરિક્ષકો - કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદઅને રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહના નામની જાહેરાત કરી છે. આથી, હવે વર્તમાન જીતુ વાઘાણીનો પ્રદેશ અધ્યક્ષ તરીકેનો નવો કાર્યકાળ આગળ વધશે કે પછી તેમનું પત્તું કપાઈ જશે તે ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ જશે. આ બંને નેતાઓ આગામી દિવસોમાં ગુજરાત આવશે અને પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જે રીતે ગુજરાત ભાજપ ના પ્રમુખ માટે નિરિક્ષકોની જાહેરાત થઇ છે તે જોતાં આગામી દિવસોમાં ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળે તો નવાઇ નહિ. વર્તમાન પ્રમુખ જીતુ વાઘાણીનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે. પહેલા એવું મનાતું હતું કે, જીતુ વાઘાણીને પૂરો કાર્યકાળ મળ્યો નથી ત્યારે તેમને વધુ સમય આપવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે, તત્કાલીન પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી મુખ્યમંત્રી બનતા તેમના સ્થાને જીતુ વાઘાણીની નિયુક્તિ કરવામાં આવી હતી અને જૂની ટીમ સાથે જ તેમણે 3 વર્ષનો સમય ગાળો પૂર્ણ કર્યો.