PM મોદીએ કહ્યું- છળ અને સ્વાર્થનું રાજકારણ કરે છે કોંગ્રેસ, રામ મંદિરને લાંબા સમય સુધી લટકાવ્યો

  • PM મોદીએ કહ્યું- છળ અને સ્વાર્થનું રાજકારણ કરે છે કોંગ્રેસ, રામ મંદિરને લાંબા સમય સુધી લટકાવ્યો
    PM મોદીએ કહ્યું- છળ અને સ્વાર્થનું રાજકારણ કરે છે કોંગ્રેસ, રામ મંદિરને લાંબા સમય સુધી લટકાવ્યો

ખૂંટી: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના વરિષ્ઠ નેતા સતત પ્રવાસ કરી રહ્યા છે. આજે પીએમ મોદી પોતે ઝારખંડ વિધાનસભા માટે પ્રચાર કરવા ઝારખંડ ગયા છે. પીએમ મોદી ખૂંટી અને જમશેદપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે. સૌથી પહેલાં પીએમ મોદી ખૂંટી પહોંચ્યા જ્યાં તેમણે સંબોધિત કરતાં કહ્યું કે મને વિશ્વાસ છે કે જ્યાં આવું નેતૃત્વ હોય ત્યાં ક્યારેય કમળ કરમાઇ ન શકે. સાથે જ તેમણે બિરસા મુંડાને નમન કર્યા અને કહ્યું કે થોડા દિવસો પહેલાં દેશે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવી છે, આજે જ્યારે તેમની ધરતી પર આવ્યો છું, તો તેમને ફરી એકવાર નમન કર્યું છું. સાથે જ તેમણે કહ્યું કે ઝારખંડના લોકોમાં ભાજપ સરકાર પ્રત્યે અને કમળના ફૂલ પ્રત્યે એક વિશ્વાસની ભાવના છે. આ ભાવ છે કે ઝારખંડનો વિકાસ કરનાર કોઇ પક્ષ છે તો તે ફક્ત અને ફક્ત ભાજપ કરી શકે છે.