ગાઝિયાબાદ: 5 લોકોના મોત, ઘરમાંથી મળી સલ્ફાસની ગોળીઓ

  • ગાઝિયાબાદ: 5 લોકોના મોત, ઘરમાંથી મળી સલ્ફાસની ગોળીઓ
    ગાઝિયાબાદ: 5 લોકોના મોત, ઘરમાંથી મળી સલ્ફાસની ગોળીઓ

ગાજિયાબાદ: ગાઝિયાબાદ ના ઇંદિરાપુરમ વિસ્તાર માંથી સવાર-સવારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે (3 ડિસેમ્બર)ના રોજ સવારે ઇંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવવામાં એક પતિ અને તેની બે પત્નીઓ સામેલ છે. તેમાં પતિ અને એક પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે જ્યારે એક પત્નીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજી તરફ ફ્લેટમાં બે બાળકો અને સસલાની લાશ મળી આવી છે. મળતી માહિતી અનુસાર મૃતક ગુલશનનો પરિવાર સાહિબાબાદનો રહેવસી છે. ફ્લેટની દિવાલ પર સુસાઇડ નોટ પણ લખેલી છે. જેમાં આર્થિક તંગી અને રાકેશ વર્માના નામના વ્યક્તિને આત્મહત્યાનું કારણ ગણાવ્યું છે અને બધી લાશોને એકસાથે સળગાવવાની વાત કહી છે. પોલેસે તેને આત્મહત્યાનો ગણીને તપાસ કરી રહી છે. છલાંગ લગાવતાં પહેલાં પતિ અને તેની બે પત્નિઓએ ઘરમાં સુતા બાળકોના ગળા દબાવીને અને ચાકૂ વડે હત્યા કરી દીધી. એટલું જ નહી પાલતૂ સસલાનેને પણ ગળુ દબાવીને મારી નાખ્યું હતું.