મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?

  • મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?
    મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?

નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર એ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તેમની સામે સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. પરંતુ તેમણે ખુબ જ વિનમ્રતાથી તેમને ના પાડી દીધી હતી. પવારનું કહેવું છે કે તેમણે પીએમ મોદીને કહ્યું હતું કે તેમની સાથે કામ કરવું શક્ય બનશે નહીં. શરદ પવારે એક મરાઠી ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારો રાજકીય અનુભવ તેમના માટે સરકાર ચલાવવામાં મદદગાર સાબિત થશે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીયતાના કેટલાક મુદ્દાઓ પર અમારી વિચારધારા એક જેવી છે. તેના માટે પણ તેમણે પ્રસ્તાવ રજુ કર્યો હતો.