SPG બિલ રાજ્યસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું-હવે આ સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે

  • SPG બિલ રાજ્યસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું-હવે આ સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે
    SPG બિલ રાજ્યસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું-હવે આ સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે

નવી દિલ્હી: એસપીજી બિલઆજે રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે પસાર થઈ ગયું. બિલ પર મતદાન અગાઉ કોંગ્રેસ (Congress) ના સાંસદો સદનમાંથી વોકઆઉટ કરી ગયા હતાં. ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે ફક્ત ગાંધી પરિવાર જ નહીં દેશના દરેક નાગરિકની સુરક્ષા કરવી એ સરકારની જવાબદારી છે. તેમણે કોંગ્રેસના સવાલનો જવાબ આપતા કહ્યું કે ગાંધી પરિવારની સુરક્ષા હટાવવામાં આવી થી, માત્ર બદલવામાં આવી છે. નવા બિલ મુજબ હવે એસપીજીની સુરક્ષા ફક્ત વડાપ્રધાનને મળશે. કાયદો બધા માટે સરખો રહેશે. કોઈ એક પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકાય નહીં. અત્રે જણાવવાનું કે એસપીજી બિલ લોકસભામાં અગાઉ પસાર થઈ ચૂક્યું છે.