અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજી મુદ્દે ચમકતા રહેવાની દાનતને કારણે ખેંચતાણ?

  • અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજી મુદ્દે ચમકતા રહેવાની દાનતને કારણે ખેંચતાણ?
    અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજી મુદ્દે ચમકતા રહેવાની દાનતને કારણે ખેંચતાણ?

નવી દિલ્હી: અયોધ્યામામલે મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવન ની આજે સવારે જેવી ફેસબુક પર એક પોસ્ટ આવી કે તેમને જમીયત ઉલેમા એ હિન્દ (મૌલાના અરશદ મદની ગ્રુપ)એ કેસમાંથી હટાવી દીધા. આ કેસમાં રસ ધરાવનારા બધાને ખુબ નવાઈ લાગી હતી. રાજીવ ધવને આ મામલે પૂરી મજબુતાઈથી સુપ્રીમ કોર્ટમાં લડત લડી હતી. તેમને હિન્દુ ધર્મના હોવાની વાત કરીને ધમકીઓ સુદ્ધા અપાઈ હતી. પરંતુ તેમણે કેસમાં પીછેહટ કરી નહતી. તેમને તો સુપ્રીમ કોર્ટ ની એક પણ સુનાવણીના પૈસા સુદ્ધા મળ્યા નથી. રાજીવ ધવને પોતાની વાત રજુ કરતા એમ પણ કહ્યું કે તેઓ બીમાર નથી. રાજીવ ધવનના આ નિવેદન બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જમીયત વિરુદ્ધ ખુલીને બોલતું જોવા મળ્યું અને બોર્ડ તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જમીયતે આમ કરવું જોઈતું નહતું. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક મામલે એક ટ્વીટ પણ કરી અને કહ્યું કે રાજીવ ધવન ન્યાય અને એક્તા માટે લડ્યાં.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની વર્કિંગ કમિટીના સભ્ય કમાલ ફારુકીએ પણ આ સમગ્ર પ્રકરણ પર નવાઈ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમે બધા તરફથી રાજીવ ધવનની માફી માંગીએ છીએ. અમે તેમને મનાવવા જઈશું. તેમના અમારા બધા પર ખુબ અહેસાન છે. જમીયતે થોડી રાહ જોવી જોઈતી હતી. કમાલ ફારુકી એમ પણ કહે છે કે બોર્ડ તરફથી રાજીવ ધવન જ પેરવી કરશે.