રોજર ફેડરરને મળ્યું એવું સન્માન, જે સ્વિત્ઝરર્લેન્ડમાં અત્યાર સુધી કોઈ પણ જીવિત શખ્સિયતને નથી મળ્યું

  • રોજર ફેડરરને મળ્યું એવું સન્માન, જે સ્વિત્ઝરર્લેન્ડમાં અત્યાર સુધી કોઈ પણ જીવિત શખ્સિયતને નથી મળ્યું
    રોજર ફેડરરને મળ્યું એવું સન્માન, જે સ્વિત્ઝરર્લેન્ડમાં અત્યાર સુધી કોઈ પણ જીવિત શખ્સિયતને નથી મળ્યું

અમદાવાદ :સ્વિત્ઝરર્લેન્ડે ટેનિસના ઈતિહાસમાં સૌથી વધુ ગ્રેન્ડસ્લેમ) જીતનાર રોજર ફેડરર નું સન્માન પણ ઐતિહાસિક રીતે કરવાનો નિર્ણય કર્યો છે. સ્વિત્ઝરર્લેન્ડ પોતાના આ પ્લેયરના સન્માનમાં ચાંદીના સિક્કા જાહેર કરશે. ફેડરર સ્વિત્ઝરલેન્ડના પહેલા એવા જીવિત વ્યક્તિ હશે, જેમના સન્માનમાં ચાંદીનો સ્મારક સિક્કો (Roger Federer Silver Coin) જાહેર કરશે. રોજર ફેડરરે પુરુષ સિંગલ્સમાં 20 ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીત્યો છે અને આવુ કરનાર તેઓ પહેલા પ્લેયર છે.
સ્વિત્ઝરર્લેન્ડની સંઘીય ટંકશાળ સ્વિસમિંટે ફેડરરના સન્માનમાં તેમની તસવીર સાથે 20 ફ્રૈંકના ચાંદીના સિક્કા બનાવ્યા છે. સ્વિસમિંટે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ફેડરલ મિંટ સ્વિસમિંટ રોજર ફેડરરને સમર્પિત કરે છે. ઈતિહાસમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે કે, જ્યારે એક જીવિત વ્યક્તિના નામ પર સિક્કા જાહેર કરીને તેઓને સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.