ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર, મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન અને પહેલી મેચની થઈ જાહેરાત

  • ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર, મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન અને પહેલી મેચની થઈ જાહેરાત
    ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર, મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન અને પહેલી મેચની થઈ જાહેરાત

ગાંધીનગર :જેની દેશભરના કિક્રેક રસિયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદ પાસે બનેલા નવા મોટેરા સ્ટેડિયમ  નું માર્ચમાં ઉદઘાટન કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ નો આ ડ્રીમ પ્રોજેક્ટ એવું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચ 2020માં બનીને તૈયાર થઈ જશે. ત્યારે તેના ઉદઘાટનમાં પીએમ મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે. તેમજ માર્ચમાં આ ગ્રાઉન્ડ પર મેચ રમાશે તેવો BCCIએ નિર્ણય કર્યો છે. BCCIએ ICC પાસેથી આ ગ્રાઉન્ડ પર મેચ રમવા માટે મંજૂરી માંગી છે. ત્યારે નવનિર્મિત આ ગ્રાઉન્ડ પર એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે મેચ રમાશે. તમને જણાવી દઈએ કે, ભારતમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું એ પીએમ મોદીનું સપનુ હતું, જે આખરે સાકાર થયું છે.