લોકોને જાગૃત કરવા માટે હવે ન્યૂઝ એન્કર બનીને સામે આવશે રાની મુખર્જી

  • લોકોને જાગૃત કરવા માટે હવે ન્યૂઝ એન્કર બનીને સામે આવશે રાની મુખર્જી
    લોકોને જાગૃત કરવા માટે હવે ન્યૂઝ એન્કર બનીને સામે આવશે રાની મુખર્જી

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જી હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ એક્શન થ્રિલર ફિલ્મ 'મર્દાની 2 'ના પ્રમોશનને લઇને ખૂબ વ્યસ્ત ચાલી રહ્યા છે. કિશોરો દ્વારા અંજામ આપવામાં અપરાધો પ્રત્યે જાગૃતિ વધારવા માટે રાની મુખર્જી આ ફિલ્મમાં એક સમાચાર ચેનલ પર એન્કરની ભૂમિકામાં જોવા મળશે. આ તેમની આગામી ફિલ્મ 'મરદાની-2'ના પ્રચાર અભિયાનનો એક ભાગ છે.
આમ તો રાની મુખર્જીનું કહેવું છે કે 'ફિલ્મ મર્દાની 2'નો ઉદ્દેશ્ય ભારતમાં કિશોર દ્વારા મહિલાઓની સાથે થનાર જઘન્ય ગુનાઓ વિશે જાગૃતતા વધારવાનો છે. તેની પાછળ મારો હેતુ કિશોરોમાં ઝડપથી વધી રહેલા હિંસક અપરાધોની પ્રવૃતિના ગંભીર સામાજિક ખતરાને સામે લાવવા માટે પોતાની તરફથી થોડો પ્રયત્ન કર્યો છે. હું દેશભરમાં થઇ રહેલા કિશોર અપરાધોના ચોંકાવનારા મુદ્દે લોકો સાથે વાત કરવા માટે દેશની સૌથી મોટી ચેનલમાંથી એકમાં એન્કર તરીકે શરૂઆત કરી રહી છે.