ગાઝિયાબાદ: બે પત્નીઓ સાથે 8મા માળેથી લગાવી છલાંગ, ફ્લેટમાંથી બે બાળકોની લાશ મળી આવી

  • ગાઝિયાબાદ: બે પત્નીઓ સાથે 8મા માળેથી લગાવી છલાંગ, ફ્લેટમાંથી બે બાળકોની લાશ મળી આવી
    ગાઝિયાબાદ: બે પત્નીઓ સાથે 8મા માળેથી લગાવી છલાંગ, ફ્લેટમાંથી બે બાળકોની લાશ મળી આવી

ગાજિયાબાદ: ગાજિયાબાદના ઇંદિરાપુરમ વિસ્તારથી સવાર-સવારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે (3 ડિસેમ્બર)ના રોજ સવારે ઇંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવવામાં એક પતિ અને તેની બે પત્નીઓ સામેલ છે. તેમાં પતિ અને એક પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે જ્યારે એક પત્નીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બીજી તરફ ફ્લેટમાં બે બાળકોની લાશ મળી આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર પહેલી નજરમાં આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. જાણકારોના અનુસાર છલાંગ લગાવતાં પહેલાં પતિ-પત્નીએ ઘરમાં સુતા બે બાળકોનું ગળુ દબાવીને હત્યા કરી દીધી.