B'Day Special : ડાન્સ છોડીને દુનિયાની સૌથી સફળ મહિલા ક્રિકેટર બની મિતાલી
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજમંગળવાર (3 ડિસેમ્બર)ના રોજ પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહવી છે. દુનિયાનાં સૌથી લોકપ્રિય મહિલા ક્રિકેટરોમાં ગણાતી મિતાલી રાજના જન્મદિવસે એક વિશેષ જાહેરાત પણ થઈ છે. તેના જીવન પર એક ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું નામ છે 'શાબાશ મિઠુ' . આ ફિલ્મમાં મિતાની ભૂમિકા તાપસી પન્નુભજવવાની છે. રાહુલ ઢોલકિયા ફિલ્મનું નિર્દેશન કરશે. જોધપુરમાં જન્મેલી મિતાલી રાજે 1999માં પોતાની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારથી તે આજ સુધી રમી રહી છે. આ સાથે જ મિલાતી રાજે સૌથી લાંબી વન-ડે કારકિર્દીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મિતાલની કારકિર્દીને 20 વર્ષ 133 દિવસ (20 year 133 day) થઈ ચૂક્યા છે. દુનિયામાં એક પણ મહિલા ક્રિકેટરે આટલા વર્ષો સુધી ક્રિકેટ રમ્યું નથી.
Top News
