ENG vs NZ : વિલિયમ્સન અને ટેલરની સદી, ન્યૂઝિલેન્ડે જીતી સીરીઝ, હવે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર

  • ENG vs NZ : વિલિયમ્સન અને ટેલરની સદી, ન્યૂઝિલેન્ડે જીતી સીરીઝ, હવે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર
    ENG vs NZ : વિલિયમ્સન અને ટેલરની સદી, ન્યૂઝિલેન્ડે જીતી સીરીઝ, હવે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર

હેમિલ્ટનઃ યજમાન ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલરે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના અંતિમ દિવસે શાનદાર સદી ફટકારી. કેન વિલિયમ્સને 104 અને રોસટેલરે 105 રનની નોટ આઉટ ઈનિંગ્સ રમી હતી. આ બંનેની સદીની મદદથી ન્યૂઝીલેન્ડ બીજી ટેસ્ટ સરળતાથી ડ્રો સુધી ખેંચી ગયું હતું. આ સાથે જ બે મેચની સીરીઝ ન્યૂઝિલેન્ડે 1-0થી જીતી લીધી હતી. તેણે પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને એક ઈનિંગ્સથી હાર આપી હતી. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચેની બીજી ટેસ્ટ હેમિલ્ટનમાં) રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે સૌ પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ ઈનિંગ્સમાં ન્યૂઝીલેન્ડે 375 રન બનાવ્યા હતા. જેવા જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 476 રન બનાવી નાખ્યા હતા. આ રીતે, તેણે ન્યૂઝીલેન્ડ પર 101 રનની લીડ મેળવી લીધી હતી. મેચના ચોથા દિવસના અંત સુધી ન્યૂઝીલેન્ડે બે વિકેટના નુકસાન પર 96 રન બનાવ્યા હતા. એ સમયે તે ઈંગ્લેન્ડના સ્કોરથી 5 રન પાછળ હતું.