એડલ્ટ ફિલ્મોને લઈને રાધિકા આપ્ટેએ આપ્યું બોલ્ડ નિવેદન

  • એડલ્ટ ફિલ્મોને લઈને રાધિકા આપ્ટેએ આપ્યું બોલ્ડ નિવેદન
    એડલ્ટ ફિલ્મોને લઈને રાધિકા આપ્ટેએ આપ્યું બોલ્ડ નિવેદન

પેડમેનની એક્ટ્રેસ રાધિકા આપ્ટે એ ખુલાસો કર્યો કે, શ્રીરામ રાઘવનની ફિલ્મ બદલાપુરમાં નાનકડો, પરંતુ બોલ્ડ પાત્ર ભજવ્યા બાદ તેઓને એડલ્ટ કોમેડી ની ઓફર્સ આવવા લાગી હતી. બદલાપુરના તેમના એક ન્યૂડ સીનને લઈને લોકોએ તેમના માટે એક વિચાર બનાવ્યો હતો. અમારી સહયોગી વેબસાઈટ બોલિવુડ લાઈફ (Bollywood Life) ના રિપોર્ટ અનુસાર, રાધિકાને જ્યારે આવી ફિલ્મોની ઓફર આવી તો તેઓએ ફિલ્મો નકારી કાઢી હતી. રાધિકાનું કહેવું હતું કે, તેઓ એવા પ્રોજેક્ટ્સ નથી કરતા, જેમાં તે ફિલ્મ અને ફિલ્મમેકરના હેતુથી સહમત ન હોય. રાધિકા આપ્ટે એ એક્ટ્રેસમાં આવે છે, જે પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરે છે. રાધિકાએ જણાવ્યું કે, મેં બદલાપુર ફિલ્મમાં બોલ્ડ દ્રશ્ય ભજવ્યું હતું અને એક શોર્ટ ફિલ્મ અહિલ્યા કરી હતી, ત્યારે મને એક ખાસ પ્રકારની છબીના રોલ કરનારી એક્ટ્રેસ સમજવા લાગ્યા હતા. ત્યારે મેં અનેક ઓફરને નકારી દીધી હતી. મને ખબર ન હતું કે તે મારા માટે સારું છે કે ખરાબ.