24 વર્ષ મોટી તબ્બુના પ્રેમમાં પડ્યો ઈશાન ખટ્ટર, ચર્ચાના ચગડોળે ચઢ્યું આ પ્રેમ પ્રકરણ..

  • 24 વર્ષ મોટી તબ્બુના પ્રેમમાં પડ્યો ઈશાન ખટ્ટર, ચર્ચાના ચગડોળે ચઢ્યું આ પ્રેમ પ્રકરણ..
    24 વર્ષ મોટી તબ્બુના પ્રેમમાં પડ્યો ઈશાન ખટ્ટર, ચર્ચાના ચગડોળે ચઢ્યું આ પ્રેમ પ્રકરણ..

અમદાવાદ :અભિનેત્રી જ્હાન્વી કપૂરની સાથે ધડક ફિલ્મમાં પ્રેમ પડ્યા બાદ હવે ઈશાન ખટ્ટર 24 વર્ષ મોટી તબ્બુ સાથે રોમાન્સ કરતા નજરે ચઢશે. હકીકતમાં, ઈશાન હાલ પોતાની આગામી વેબસીરીઝ ‘એ સેલ્યુટ બોય’ની શુટિંગમાં બિઝી છે. તેનો ફર્સ્ટ લૂક ઈશાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેને શેર કરતા યંગ એક્ટરે લખ્યું કે, એ સ્યૂટેબલ બોયનો પહેલો લૂક. આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો, તમામ કંપનીના પ્રિપેડ પ્લાન થશે મોંઘા
ફર્સ્ટ લૂક જોઈને સમજી શકાય છે કે, ઈશાન ખટ્ટ આ ફિલ્મમાં એક વેશ્યાના પ્રેમમાં પડી જાય છે. વેશ્યાનું પાત્ર તબ્બુ ભજવી રહી છે. આ ફિલ્મમાં ઈશાન એક કોલેજ સ્ટુડન્ટ માન કપૂરનો રોલ અને તબ્બુ સઈદા બાઈનો રોલ ભજવી રહી છે. ફિલ્મના પોસ્ટરમાં તબ્બુ અને ઈશાન હિંચકા પર બેસીને એકબીજા સાથે રોમાન્સ કરતા નજરે ચઢી રહ્યાં છે. ફિલ્મમાં માનની ભૂમિકા ભજવી રહેલ ઈશાન પોતાના રાજનેતા પિતાથી બિલકુલ ખુશ નથી અને તે જીવનનો આનંદ માણવા માગે છે. જેને કારણે તે તબ્બુ તરફ આકર્ષાય છે.