આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો, તમામ કંપનીના પ્રિપેડ પ્લાન થશે મોંઘા

  • આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો, તમામ કંપનીના પ્રિપેડ પ્લાન થશે મોંઘા
    આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો, તમામ કંપનીના પ્રિપેડ પ્લાન થશે મોંઘા

અમદાવાદ :જ્યારથી મોબાઈલ કંપનીઓએ ટેરિફ ચાર્જ વધારવાની જાહેરાત શરૂ કરી દીધી છે, ત્યારથી તેમના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ તે મોબાઈલ ફોન યુઝર્સ માટે ભારે પડવાનું છે. મોંઘા ટેરિફ દર મહિને તમારા ખિસ્સામાંથી વધુ રૂપિયા સરકી જશે. એટલે કે તમના દર મહિનાનો મોબાઈલ ખર્ચ વધવા જઈ રહ્યો છે. દેશની દિગ્ગજ મોબાઈલ કંપનીઓ એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન આઈડિયા એ ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. આજની તારીખથી બે કંપનીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા પોતાના મોંઘા ટેરિફવાલા પ્રિપેડ પ્લાન લાગુ કરવા જઈ રહી છે. જોકે, તેના ત્રણ દિવસ બાદ એટલે કે 6 ડિસેમ્બરથી રિલાયન્સ જિયો પોતાના ટેરિફ પ્લાન લાગુ કરવા જઈ રહી છે. રોજ 2.85 રૂપિયા વધુ આપવા પડશે
મોબાઈલ ઓપરેટર્સે 42 ટકા સુધી ટેરિફ મોંઘા કરવાની જાહેરાત કરી છે. એરટેલનું કહેવુ છે કે, તેના ટેરિફ રોજના હિસાબથી 50 પૈસાથી લઈને 2.85 રૂપિયા સુધી મોંઘા થવા જઈ રહ્યાં છે. વોડાફોન આઈડિયાએ 42 ટકા સુધી વધારાની વાત કરી છે. રિલાયન્સ જિયોએ ટેરિફ પ્લાન 40 ટકા સુધી મોંઘા કર્યાં છે.