મુંબઇના વેપારી પાસેથી અમદાવાદના વાસણામાં અઢી કિલો સોનાની લૂંટ

  • મુંબઇના વેપારી પાસેથી અમદાવાદના વાસણામાં અઢી કિલો સોનાની લૂંટ
    મુંબઇના વેપારી પાસેથી અમદાવાદના વાસણામાં અઢી કિલો સોનાની લૂંટ

અમદાવાદ: મુંબઇથી માર્કેટિંગ માટે આવેલા સોનાના વેપારી પાસેથી અમદાવાદના વાસણા વિસ્તારમાં અંજલી બ્રિજ પાસે આજે મોડી સાંજે અઢી કિલોગ્રામ સાનાની લૂંટ થયાની ઘટના સામે આવી છે. આ સોનાની અંદાજે એક કરોડ રૂપિયા કિંમત હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારૂઓ એક્ટિવા પર આવ્યા હતા અને લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. વાસણા પોલીસે ઘટનાની તપાસ હાથધરી છે.