મહિસાગરઃ ત્રણ બાળકીઓ સાથે માતાની કૂવામાં મોતની છલાંગ, ચારનાં મોત

  • મહિસાગરઃ ત્રણ બાળકીઓ સાથે માતાની કૂવામાં મોતની છલાંગ, ચારનાં મોત
    મહિસાગરઃ ત્રણ બાળકીઓ સાથે માતાની કૂવામાં મોતની છલાંગ, ચારનાં મોત

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના આવેલા ડીટવાસ ગામમાં હૃદય કંપાવી દે એવી ઘટના બની હતી. ગામમાં રહેતી 24 વર્ષીય મંગુબેન ડામરોએ આજે ગુરુવારે પોતાના ત્રણ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. ત્યારબાદ ચારે જણાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.

મહિસાગર જિલ્લામાં એક કમકમાટી ભરી ઘટના બની છે. ત્રણ બાળકીઓ સાથે માતાએ કૂવમાં ઝંપલાવ્યું હતું. જેના પગલે માતા અને ત્રણ બાળકીઓના મોત નીપજ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને પોલીસને  જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ચાર મૃતકોને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાતધરી હતી.