સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં 3 વિદેશી પ્રાણીઓના થયા મોત

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં 3 વિદેશી પ્રાણીઓના થયા મોત
    સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં 3 વિદેશી પ્રાણીઓના થયા મોત

નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલ જંગલ સફારી માં ત્રણ વિદેશી પ્રાણીઓના મોતને લઈને ખળભળાટ મચી ગયો છે. જોકે વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા જરૂરી તપાસ બાદ પોસ્ટમોર્ટમ કરાયું હતું. અંતે આ પ્રાણીઓને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જોકે આ પશુઓના મોતનું કારણ વિશે વન અધિકારીએ કહ્યું કે, સીઝનલ બદલાવ અને સ્થળ બદલાવાને કારણે પ્રાણીઓના મોત થયા છે. પરંતુ હવે વેટરનરી દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે કે આ પ્રાણીઓના મોત કેવી રીતે થયા છે.      કેવડિયા ખાતે 375 એકરમાં જંગલ સફારી બનાવવામાં આવી છે. વિવિધ 6 ઝોનમાં બનાવવામાં આવી રહેલી જંગલ સફારી માટે વિદેશોથી પ્રાણી લાવવામાં આવ્યા છે. હાલ દેશવિદેશથી લગભગ 1800 જેટલા પશુપક્ષીઓ લાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને આફ્રિકન જિરાફ, એમ્પાલા, ઓસ્ટ્રેલિયાથી આલ્ફા લામા, કાંગારૂ સહિત વિદેશી પક્ષીઓ પણ લાવવામાં આવ્યા છે. જેમના ખોરાકથી લઈ મિનરલ પાણી સુધીની કાળજી લેવાતી હતી. પ્રતિ મિનિટ આ તમામ પશુ-પક્ષીઓ વેટરનરી ઓફિસરોની ટીમ અને ટ્રેનરની નજર હેઠળ રહેતા હતા. છતાં વાતાવરણની અસર પ્રાણીઓને થઈ હતી.