ચોટીલા પંથક સાવજને અનુકુળ: વન તંત્ર

  • ચોટીલા પંથક સાવજને અનુકુળ: વન તંત્ર
    ચોટીલા પંથક સાવજને અનુકુળ: વન તંત્ર

ચોટીલા તા. 20
ચોટીલા તાલુકામાં સાવજના એન્ટ્રી થી વન તંત્ર એ ખુશી સાથે કામગીરી હાથ ધરેલ છે આજે જુનાગઢ સીસીએફના વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી સ્પષ્ટતા સાથે જણાવેલ હતું કે, સાવજો તેની પ્રકૃતિ મુજબ ચોટીલા પંથકના કુદરતી વાતાવરણમાં વિહરી શકસે.
ચોટીલાનાં રામપરા ચોબારી, ઢેઢુકી સંજય શ્રીવાસ્તવ સાથે રાજકોટ ડીએફઓ સંદિપકુમાર, સુરેન્દ્રનગરના હરેશ મકવાણા સહિતના વન અધિકારીઓ અને કર્મચારીઓએ સાવજ પરીવારના ધામા ધરાવતા ઢેઢૂકી અને રામપરા ચોબારીના ગ્રામજનો સાથે બેઠકો કરી લોકોનો ડર દુર કરવા અને સાવજ સાથે તાલમેલ સાધવા લોકોને સમજાવી તકેદારી માટે સમજ આપેલ હતી.
જ્યારે સ્થાનિકોએ તેમને પડતી મુશ્કેલી અને ડર વર્ણવી આને પકડી લેવા માટે રજુઆત કરેલ પરંતુ ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટતા સાથે જણાવેલ કે એવુ નહી બને અને કુદરતી રીતે જ એ વિહરશે સાથે લોકોને સમજ આપેલ સિંહ માનવ ઉપર હુમલો નથી કરતો ડરશો નહી પરંતુ કોઇ છંછેડશે હેરાન કરશે તો ઝોખમી બની શકે છે જેથી સાવજને તેની પ્રકૃતિ મુજબ રહેવા દેવાનો અને માલીકાના પશુ મારણ કરશે તો સરકારે નક્કી કરેલ વળતર જે તે માલીકને તુરત ચુકવાશે તેમજ ખેડુતોને પાણી પાવા માટે વીજ પુરવઠો રાત્રીના બદલે દિવસે અપાય તે માટે સરકારનું ધ્યાન દોરવામાં આવશે.
ઉચ્ચ અધિકારીઓએ એશીયાટીક લાયનના કાયદા અંગે જણાવી સ્થાનિકોને સિંહના ધામા સ્વીકારી લેવા અને તેની સાથે તાલમેલ સાધવા જણાવેલ
જે લોકોનાં પશુઓના મારણ થયેલ તેવા બે પશુપાલક ખેડૂતને આજે વળતર નો ચેક સરકારી ધારા મુજબ 16 હજાર લેખે આપેલ હતો પરંતુ ખેડુતે અસંતોષ વ્યક્ત કરેલ હતો.
શ્રીવાસ્તવ સીસીએફ વડા આ વિસ્તારમાં સિંહનું આગમન વન વિભાગ માટે અચરજ છે પણ ખુશી છે અભિગમને સફળતા સમાન ઘટના છે. લોકોમાં ખોટી અફવા ને કારણે માન્યતા ઘર કરી ગઇ છે જેથી ડર છે જે અમારા માટે ચેલેન્જ છે ડર દુર કરવા અવરનેસ માટે સતત પ્રયાસ ચાલુ થોડા દિવસો લાગશે.
ગઈ કાલે રાત્રે બે નર સિંહ વન વિભાગે ગોઠવેલ ટ્રેકીંગ માં ટ્રેસ થયા છે તેમજ પ્રથમ ત્રણેક વર્ષ નું ડાલમથ્થુ અને સિંહણ હોવાની વાત હતી હવે આખો પરીવાર છે કે બે જ છે તે અંગે હજુ સ્પષ્ટતા નથી થયેલ થોડો સમય લાગશે તેમ વનવિભાગે જણાવેલ છે.
પંચાળમાં આવી પોહચેલ સાવજ રામપરા ચોબારી થી ઢેઢૂકી વચ્ચેના પટ્ટામાં ફરતા રહે છે હાલ વન વિભાગ સતત પેટ્રોલીંગ સાથે તેની ચહલ પહલ ઓબ્જર્વ કરે છે જેના માટે 25 વન કર્મી ની ટીમ વધારીને 60 કર્મચારી ની કરવામાં આવેલ છે તેમજ સાવજના સગડ ઉપર થી ટ્રેકીંગ કરવામાં માહીર એવા ખાસ 3 ટ્રેકરો ને ગીર માંથી ચોટીલા મુકવામાં આવેલ છે.
ખોટા વાયરલ વિડીયો ફોટાઓ શેર કરવા કે અફવા ફેલાવી ગુનો બને છે લોકોને સાવધ રહેવા અને આવુ ન કરવા વન તંત્રએ અપીલ કરેલ છે.