Nityanand Ashram Dispute: આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે- પ્રદિપસિંહ જાડેજા

  • Nityanand Ashram Dispute: આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે- પ્રદિપસિંહ જાડેજા
    Nityanand Ashram Dispute: આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે- પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં  કુકર્મ મામલે રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બાળકો પર અત્યાચાર મામલે નિત્યાનંદ આશ્રમમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદ સ્થિત નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે.  તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'નિત્યાનંદ આશ્રમ ખાતે બાળકો સાથે થયેલ ગુનાના સંદર્ભમાં પોલીસના ધ્યાનમાં જે રજુઆત આવી હતી તેને પોલીસે પૂરી સંવેદનાથી ગુનો એફઆઈઆર દાખલ કર્યો છે તથા આ સંદર્ભે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અંદર જે કોઈ પણ સંડોવાયેલા હોય તેને છોડવામાં નહીં આવે. આ અંગે રાજ્યના ડીજીપી દ્વારા જિલ્લાના એસપીએ એક ટીમ બનાવીને આ ગુનાની સંપૂર્ણપણે તપાસ થાય અને તેમા સંડોવાયેલા આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેના માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને પૂરતી સૂચના અપાઈ છે.'