દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1

  • દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1
    દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.1

નવી દિલ્હીઃ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 માપવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. દિલ્હી સિવાય ઉત્તરાખંડમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.  ભૂકંપના ઝટકા લાગ્યા બાદ લોકો ડરી ગયા, અને ઓફિસ તથા ઘરની બહાર નિકળવા લાગ્યા હતા. પરંતુ આ ભૂકંપને કારણે કોઈ જાન-માલને નુકસાન થવાના સમાચાર નથી. ભૂકંપના ઝટકા સાંજે 7 કલાકે અને 1 મિનિટ પર અનુભવાયા હતા.  જાણકારી પ્રમાણે આ ભારત-નેપાળ સરહદ પર ભૂકંપનું કેન્દ્ર જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, સોમવારે ગુજરાતમાં પણ ભૂકંપના ઝટકા આવ્યા હતા.  નેપાળમાં રહ્યું ભૂકંપનું કેન્દ્ર
જાણકારી પ્રમાણે આ ભારત-નેપાળ સરહદ પર ભૂકંપનું કેન્દ્ર જાણવા મળ્યું છે. મહત્વનું છે કે સોમવારે ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. યૂનાઇટેડ સ્ટેટ જિઓલોજીકલ સર્વે પ્રમાણે એપિસેન્ટર નેપાળના ખપતાડ નેશનલ પાર્કની નજીક રહ્યું છે.  યૂએસ એજન્સી પ્રમાણે એપી સેન્ટર જમીનથી 1.3 કિલોમીટર નીચે રહ્યું હતું. 2015મા નેપાળમાંઆ ભૂકંપને કારણે ભારે તબાહી મચી હતી. આ ભૂકંપને કારણે હજારો લોકોના મોત થયા હતા. નેપાળને આ ભૂકંપને કારણે ભારે નુકસાન થયું હતું.  સોમવારે ગુજરાતમાં લાગ્યા હતા ભૂકંપના ઝટકા
આ પહેલા ગુજરાતમાં સોમવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ગુજરાતના ભૂજમાં સોમવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્પેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. ભચાઉની પાસે આ ભૂકંપનું કેન્દ્ર હતું. પરંતુ ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી.