આશ્રમમાં ગોરખધંધાનો પર્દાફાશ થતાં નિત્યાનંદ અકળાયો, વીડિયોમાં આપી ધમકી...

  • આશ્રમમાં ગોરખધંધાનો પર્દાફાશ થતાં નિત્યાનંદ અકળાયો, વીડિયોમાં આપી ધમકી...
    આશ્રમમાં ગોરખધંધાનો પર્દાફાશ થતાં નિત્યાનંદ અકળાયો, વીડિયોમાં આપી ધમકી...

અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલ પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા 3 દિવસથી રઝળી રહેલા બેંગ્લુરૂના પરિવારને આશ્રમ સંચાલકો દ્વારા સતત રંઝાડ કરવામાં આવી રહી છે. આ મુદ્દો હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલો છે. જો કે આ મુદ્દે આશ્રમ સંચાલક નિત્યાનંદ ભેદી રીતે મૌન હતો. પરંતુ આજે તેણે એક વીડિયો દ્વારા જણાવ્યું કે, અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે. તેમાં પણ ગુજરાતનાં અનુયાયીઓ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.