મહારાષ્ટ્રમાં કોકડું વધુ ગૂંચવાયું, સોનિયા ગાંધીને મળ્યા બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના ભલે એનસીપી અને કોંગ્રેસના ભરોસે આગળ વધવાની વાત કરી રહી છે પરંતુ શરદ પવારે આ અંગે હજુ પણ સ્પષ્ટ રીતે કઈ પણ કહેવાની ના પાડી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે આજે મુલાકાત બાદ શરદ પવારે કહ્યું કે અમારી રાજ્યમાં સરકાર બનાવવા અંગે કોઈ પણ ચર્ચા થઈ નથી. એટલું જ નહીં તેમણે શિવસેના સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવાને લઈને પણ ના પાડી દીધી. તેમણે શિવસેનાને સરકાર બનાવવાને લઈને કોઈ ભરોસો જતાવવા ઉપર કઈ જ કહેવાનો ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે મેં સોનિયા ગાંધીને રાજ્યના હાલાતથી માહિતગાર કર્યાં. પરંતુ સરકાર બનાવવાને લઈને કોઈ વાતચીત થઈ નથી. તેમનું આ નિવેદન શિવસેના માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે શિવસેના સતત એમ નિવેદનો આપે છે કે બહુ જલદી તેના નેતૃત્વમાં સરકાર બની શકે છે.
Top News
