જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા, 47મા CJI બન્યા
નવી દિલ્હી: જસ્ટિસ શરદ અરવિંદ બોબડે એ સુપ્રીમ કોર્ટ ના 47મા ચીફ જસ્ટિસ (CJI)ના રૂપમાં શપથ ગ્રહણ કર્યા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ અપાવ્યા હતા. ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ બોબડેનો કાર્યકાળ લગભગ 17 મહિનાનો હશે, તે 23 એપ્રિલ 2021ના રોજ નિવૃત થશે. ચીફ જસ્ટિસ બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956ના રોજ નાગપુરમાં થયો હતો, તેમના પિતા જાણિતા વકીલ હતા. તેમણે નાગપુર યૂનિવર્સિટીમાંથી કલા અને કાનૂનમાં સ્નાતક કર્યું. વર્ષ 1978માં તેમણે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રને જોઇન કર્યું હતું. ત્યારબાદ બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેંચમાં લોની પ્રેકટિસ કરી, 1998માં વરિષ્ઠ વકીલ પણ બન્યા. વર્ષ 2000માં તેમણે બોમ્બે હાઇકોર્ટમાં એડિશનલ જજ પદભાર ગ્રહણ કર્યો. ત્યારબાદ તે મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 2013માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કમાન સંભાળી હતી.
Top News
