શિવસેના NDAમાંથી બહાર થતા સાથી પક્ષો ચિંતાતૂર, ચિરાગ પાસવાને કરી આ માગણી

  • શિવસેના NDAમાંથી બહાર થતા સાથી પક્ષો ચિંતાતૂર, ચિરાગ પાસવાને કરી આ માગણી
    શિવસેના NDAમાંથી બહાર થતા સાથી પક્ષો ચિંતાતૂર, ચિરાગ પાસવાને કરી આ માગણી

નવી દિલ્હી: એનડીએમાંથી શિવસેના અલગ થતા જ બાકીના ઘટક પક્ષોએ વધુ સારા તાલમેળ માટે એક કો-ઓર્ડિનેશન કમિટીબનાવવાની માગણી કરી છે. સંસદનું શિયાળુ સત્ર આવતી કાલથી શરૂ થઈ રહ્યું છે. એ પહેલા જ આજે સર્વપક્ષીય બેઠક પણ થઈ અને એનડીએની પણ બેઠક થઈ. આ બેઠકમાં LJPના અધ્યક્ષ અને લોકસભા સાંસદ ચિરાગ પાસવાને માગણી કરી છે કે જલદી NDAમાં એક કન્વિનર બનાવવામાં આવે અને પરસ્પર મતભેદો દૂર કરવા માટે એક કો-ઓર્ડિનેશન કમિટી બનાવવાની જરૂર છે.  ચિરાગના જણાવ્યાં મુજબ તેમણે આ માગણી કોઈ વિવાદ પેદા કરવા માટે કરી નથી. તેમનો હેતુ વિપક્ષના આરોપોનો જવાબ આપવાનો છે. ચિરાગનું માનીએ તો વિપક્ષ વારંવાર આરોપ લગાવે છે કે NDAમાં કો-ઓર્ડિનેશનનો અભાવ છે. ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં ચિરાગ પાસવાને કહ્યું કે કો-ઓર્ડિનેશન કમિટી જેવી કોઈ ચીજ હોત તો કદાચ આજે શિવસેના NDAથી અલગ ન થાત. કોઈ વાત બગડે તો સંભાળવા માટે એક ત્રીજી વ્યક્તિનું હોવું જરૂરી છે. ચિરાગના જણાવ્યાં મુજબ તેમની માગણીનું સમર્થન JDUએ, અપના દળના નેતા અનુપ્રિયા પટેલે અને નોર્થ ઈસ્ટની અનેક પાર્ટીઓએ પણ કર્યું. તેમને આશા છે કે આ મામલે જલદી કોઈ નિર્ણય લેવાશે.