અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ, 'ઝેડ' સુરક્ષા કવચ અપાયું

  • અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ, 'ઝેડ' સુરક્ષા કવચ અપાયું
    અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં સામેલ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીરને જીવનું જોખમ, 'ઝેડ' સુરક્ષા કવચ અપાયું

નવી દિલ્હી: અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવનાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારના લોકોને ઝેડ સિક્યુરિટી આપવામાં આવી છે. કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા તરફથી જીવનું જોખમ હોવાની શંકા હોવાના પગલે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને પુરતી સુરક્ષા આપવાના આદેશ અપાયા છે.  સૂત્રોના જણાવ્યાં મુજબ ગુપ્તચર એજન્સીઓને કેરળમાં સક્રિય પીએફઆઈ અને અન્ય કેટલાક કટ્ટરપંથી સંગઠનો તરફથી જીવનું જોખમ હોવાના ઈનપુટ મળ્યા હતાં. કર્ણાટકના રહીશ જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમની  ફેમિલીને તેમના ગૃહ રાજ્ય સહિત દેશભરમાં ઝેટ સિક્યુરિટી કવર આપવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.