સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પરત મોકલી

  • સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પરત મોકલી
    સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, કેરળ પોલીસે 10 મહિલાઓને પરત મોકલી

સબરીમાલા : સબરીમાલા મંદિરમાં મંડલા પુજા માટે શનિવારે સાંજે પાંચવાગ્યે ખોલી દેવામાં આવ્યું છે. ગત્ત વખતે છાવણીમાં પરિવર્તીત રહેલા સબરીમાલા મંદિરમાં આ વખતે શાંતિ છે. જો કે શનિવારે કેરળ પોલીસે 10 મહિલાઓને સબરીમાલા મંદિરની અંદર જતા અટકાવી હતી. પોલીસે તેમને ઓળખપત્ર જોયા બાદ સબરીમાલા મંદિરની અંદર નહોતા જવા દેવાયા. આ કિસ્સો તેવા સમયે સામે આવ્યો છે જ્યારે સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને જવા દેવા માટે આદેશ આપ્યો છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે સબરીમાલા અંગે 28 સપ્ટેમ્બર, 2018નાં નિર્ણયની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. જેને 7 ન્યાયમૂર્તિઓની મોટી બેંચ પાસે મોકલી દેવામાં આવ્યું છે.  આ સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતાપુર્વક જણાવ્યું કે, આઘામી નિર્ણય સુધી સબરીમાલામાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ સબરીમાલા મંદિરની પરંપરા અનુસાર 10થી 50 વર્ષની વચ્ચેની ઉંમરની મહિલાઓનો મંદિરમાં પ્રવેશ વર્જીત છે. જે મહિલાઓ સબરીમાલાની અંદર જતા અટકાવાઇ છે તેમાંથી ત્રણ મહિલાઓ આંધ્રપ્રદેશનાં વિજયવાડાથી આવેલી હતી. શ્રદ્ધાળુઓનાં પહેલા જથ્થાનો ભાગ હતી. કેરળ પોલીસે પંબા બેસ કેમ્પમાં ઓળખ પત્ર જોયા બાદ આ મહિલાઓને અટકાવી દીધી હતી.