રાજકોટ, જામનગર, કચ્છ, મોરબી, દ્વારકા જીલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ

  • રાજકોટ, જામનગર, કચ્છ, મોરબી, દ્વારકા જીલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ
    રાજકોટ, જામનગર, કચ્છ, મોરબી, દ્વારકા જીલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ

રાજકોટ તા.14
સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત બીજા દિવસે કરા સાથે કમોસમી વરસાદ વરસી ગયો હતો. જેમાં રાજકોટ, જામનગર, કચ્છ, મોરબી, દ્વારકા અને જુનાગઢ જીલ્લામાં તોફાની પવન અને ગાજવીજ સાથે માવઠુ થયું હતું. હળવા ભારે ઝાપટાથી અમુક સ્થળે નોંધપાત્ર બે ઇંચ સુધી વરસેલા માવઠાને કારણે ખેડુતોના હાલ બેહાલ થઇ ગયા છે. આગામી બે દિવસ હજુ શીત લહેર ફુંકાવા સાથે કેટલાક સ્થળે માવઠાનો માહોલ ચાલુ હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સવારથી ધૂપછાંવનો માહોલ રહ્યા બાદ રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, જુનાગઢ જીલ્લાના વાતાવરણમાં બદલાવ આવતા ધોરાજીમાં ધોધમાર બે ઇંચ, લાલપુરમાં એક ઇંચ, ભચાઉ, જુનાગઢ, ધ્રોલ, ભુજ ખંભાળીયા, જામનગરમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો તો રાપર, જેતપુર, વંથલી, કાલાવડ, જામકંડોરણા, મેંદરડા, મોરબી, ટંકારા, પડધરીમાં પણ જોરદાર ઝાપટા વરસી ગયા હતા. આજે જામનગર યાડમાં પડેલી મગફળીનો જથ્થો પલળી ગયો હતો.
રાજકોટ
રાજકોટમાં સવારથી ધુપછાંવના માહોલ અને ધુંધળુ વાતાવરણ બની રહ્યા બાદ ચડતના સમયે કાળા ડિબાંગ વાદળા સાથે હળતું ઝાપટુ વરસી જતાં ટાઠોડુ છવાઇ ગયું હતું.
જામનગર
જામનગરમાં આજે બપોરે ચારેક વાગ્યે વાતાવરણ પલટાયુ હતું અને વાતાવરણમાં અંધારુ જોવા મળ્યું હતું.
આ પછી આકાશમાં ગડગડાવી અને કડાકા ભડાકા પછી વરસાદ શરુ થતો હતો થોડી જ વારના રોકાણમાં રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા હતા. લાલપુરમાં રપ મીમી એટલે કે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો જામનગર શહેરમાં 9 મીમી ધ્રોલમાં 13 મીમી અને કાલાવડમાં 4 મીમી નું વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. આ કમોસમી વરસાદથી મગફળી, કપાસ સહીતના પાકને નુકશાન થયું છે.
આ પછી સાંજે સાડા છ વાગ્યે ફરી વરસાદી ઝાપટુ જામનગરનાં વરસ્યુ હતુ જો કે થોડી જ ક્ષણોમાં વરસાદ બંધ થઇ ગયો હતો.
આ કમૌસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં મગફળીનો 400 ગુણીનો જથ્થો પલળી ગયો હતો તો ખેડુતોને પણ પાકનુ નુકશાન થયું હતું.
જેતપુર
આ જેતપુરમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ સાંજે ચાર વાગ્યાથી જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકયો છે. લોકો હવે વરસાદથી કંટાળી ગયા છે અને ખેડુતોને ઉભા પાકમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.
જામકંડોરણા
જામકંડોરણામાં બપોર બાદ આકાશમાં વાદળો છવાયા હતા અને સાંજના ચાર કલાક ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હતો જે ઝાપટું પડી થોડીવારમાં બંધ થઇ ગયો હતો જયારે જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામમાં કરા સાથે અને પવન સાથે ધોધમાર બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ગુંદાસરી ગામના સરપંચ શ્રી નિકુંજભાઇ સોજીત્રાએ જણાવેલ કે ગુંદાસરી ગામમાં આશરે બે ઇંચ જેટલો કરા સાથે વરસાદ પડતા સર્વત્ર પાણી જોવા મળી રહ્યા હતા તેમજ આ પવન સાથેના વરસાદથી કપાસના પાકને નુકશાન થવા પામ્યું છે અને ખેડુતો ચિંતિત બન્યા છે.
ઢાંક
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે બપોર પછીના સમયમાં વિજળીના કડાકા ભડાકા સાથે તથા બરફના કરી સાથે જાણ અડધા કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.
આ કમોસમી વરસાદ થતાં ઉભા પાક ને તેમજ ધાસચારાને નુકશાન થયેલ છે.
મોરીમારડ
ધોરાજી તાલુકાના મોટીમારડ પિપળીયા, વાડોદરા, ભાદાજાળીયા વગેરે ગામોમાં આજરોજ બપોર બાદ 3 વાગ્યે ભારે પવન ત્થા વીજળીના કડાકા ભડાકા સાથે અચાનક જોરદાર 0॥ થી 1 ઇંચ જેટલો વરસાદ પડયો.
અચાનક ભારે પવન સાથે વરસાદ વરસવાથી ખેતરના ઉભા પાક કપાસ, મગફળી, અડદ તેમજ અન્ય પાકને ભારે નુકશાનની ભીતી સેવાઇ રહી છે.
ધોરાજી
ધોરાજી પંથકમાં ભારે ગાજવીજ સાથે 2 ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
ધોરાજી પંથકમાં બપોર સુધી ભારે બફારો અને ઉકળાટ બાદ વાતાવરણ માં પલટો આવતા બપોરે 3 કલાકે ભારે સુસવાટા અને પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે 2 ઇંચ વરસાદ પડયો હતો.
બીજી તરફ મળતી વિગતો મુજબ ધોરાજી તાલુકાના છત્રાસા અને કલાણાં ગામ પાસે કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોને ખાસ્સું નુકશાન વેઠવું પડ્યું છે.
દ્વારકા ખંભાળીયા
ખંભાળીયા તાલુકામાં આજે ગુરુવારે બપોરે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ હળવી ગાજવીજ સાથે સાડા ત્રણેક વાગ્યે મુશળધાર વરસાદ શરુ થયો હતો. જે સતત વિશેક મીનીટ સુધી વરસી જતાં અડધો ઇંચ (10 મીમી) પાણી પડી ગયું હતું.
આ સાથે શહેરની નજીકના રામનગર વાડી વિસ્તારમાં કરાનો વરસાદ પણ વરસ્યો હતો. ખંભાળીયા શહેર ઉપરાંત નજીકના ગ્રામ્ય વિસ્તારો, સલાયા માર્ગ પરના કોઠા વિસોત્રી વિગેરે ગામોમાં પણ મુશળધાર કમોસમી માવઠું વરસી જતાં ખેતરોમાં રાખવામાં આવુેલા પથારા તથા ઉભા મોલને નુકશાની થવા પામી હતી.
ધ્રોલ
ધ્રોલ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે 5 વાગ્યાથી જોરદાર પવન તથા ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરુ થયેલ છે જે એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડેલ છે.
આ કમોસમી વરસાદ થતાં પવનને કારણે ખેતરોમાં ઉભા મોલને કરોડો રૂા નું નુકશાન આ વિસ્તારના ખેડુતોને સહન કરવું પડશે ખેતરોમાં ઉભેલા કપાસમાં આવેલો પાક પવનને કારણે ખરી પડેલ છે. તેમજ ખેડુતોએ મગફળી ઉપાડીને ખેતરોમાં પાથરા કરેલ છે તેના ઉપર વરસાદ પડતા આ મગફળી નો ચારો તથા મગફળી બગડી જશે જેના કારણે ખેડુતોને આ વરસાદ થી ભયંકર નુકશાની સહન કરવાની રહેશે.
મેંદરડા
મેંદરડા આજરોજ કમોસમી વરસાદથી ખેડૂતો નુકસાની જેને લઈને આજુબાજુના ગામમાં દાત્રાણા મા આલિધ્રા મા લંકા નાનીખોડ્યાર જેવા આજુ બાજુના તમામ ગામોમાં અડધોથી એક ઇંચ વરસાદ પડ્યો જેને લય ખેતરો માં પાણી ફરી વળ્યા હતા હતો વર્ષાદ ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા જેથી ઘઉ બિયારણ પુષ્કર માત્ર માં ફેલ ખાતર ખડુતોએ વાવેતર કરી લીધું જેનો ખર્ચ એક વિઘે 4000 જેવી ખેડૂતો ને નુકસાની ભોગવી પડશે જે હવે ફરી થી વાવેતર કરવું પડશે જેને લય ખેડૂત ચિતા તૂર બન્યો છે મેંદરડામાં વરસાદના છુટાછવાયા ઝાપટા તેમજ ફટાકડા સ્ટોલ લોકો પણ ચિંતા ચિંતાતૂર બન્યા હતા
માળીયા હાટીના
માળીયા હાટીનાના મા આજે બપોર બાદ વાતાવરણ પલટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ થઇ ગયું હતું. વાડી વિસ્તાર ભાડ વાળી રતળા વડી તેમજ તાલુકાના અમરાપુર કાત્રાસા વીરડી જલંધર ગીર પંથકના ગામોમાં 3 વાગ્યે અનરાધાર વરસાદ થયો હતો આ વરસાદથી ઘંઉ અને ચણાના પાકને મોટામાં મોટુ નુકશાન થયું છે.
વઢવાણ
વાદળો છવાયો છે ત્યારે ખેડુતોના જીવ પડીકે બંધાયા છે હજુ વરસાદ પડયો નથી પણ વાતાવરણ વરસાદી માહોલનું થતાં ખેડુતોના હદયમાં શેરડા પડે છે.
કચ્છ
કચ્છમાં ચાલુ સાલે પાછોતરી મેધમહેર બાદથી હવામાન વિભાગ દ્વારા થઇ રહેલી તમામ આગાહીઓ એક પછી એક સાચી ઠરી હતી.
સાંથી જીલ્લાના વાતાવરણમાં આવેલ પરિવર્તન રાત્રી સુધીમાં વરસાદી રુપ ધારણ કરી લેતા મધરાતથી વીજળીના કડાકા ભડાકા શરુ થયા હતા. સાથો સાથ ગગનભેદી અવાજથી લોકો ભર ઉંઘમાંથી ઉઠી ગયા હતા. ખાવાડ બન્ની પંથકમાં જાણે ચોમાસુ બેઠું હોય તેમ રાત્રેના ત્રણેક વાગ્યાથી શરુ થયેલો વરસાદ ધીમેધીમે જોર પકડતા સવાર સુધીમાં તો દોઢથી બે ઇંચ જેટલુ પાણી વરસી ગયું હતું. તો તળાવો-નદીઓમાં પણ પાણી જોશભેર વહી નીકળ્યા હતા. ખેતરોમાં ઉભેલા પાકને વ્યાપક નુકશાની થઇ હોવાના અહેવાળ મળી રહ્યા છે. તો કરા વરસતા ખેતરોમાં સફેદ ચાદર છવાઇ ગઇ હતી.