અક્ષયકુમાર ફસાયો પ્રેગનન્ટ કરીના અને કિયારા વચ્ચે, શું છે મામલો જાણવા કરો ક્લિક

  • અક્ષયકુમાર ફસાયો પ્રેગનન્ટ કરીના અને કિયારા વચ્ચે, શું છે મામલો જાણવા કરો ક્લિક
    અક્ષયકુમાર ફસાયો પ્રેગનન્ટ કરીના અને કિયારા વચ્ચે, શું છે મામલો જાણવા કરો ક્લિક

મુંબઈ : છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર અને કરીના કપૂરની આવનારી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ (Good News) ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ચિલ્ડ્રન્સ ડે પર રીલિઝ થયેલા આ પોસ્ટરમાં અક્ષય કુમાર 2 પ્રેગ્નેન્ટ મહિલાઓ વચ્ચે ફસાયેલો દેખાઈ રહ્યો છે. પોસ્ટરમાં જોઈ શકાય છે કે એક બેબી બંપ કરીના અને બીજુ કિયારા આડવાણી (Kiara advani)નું છે. અક્ષયે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પોસ્ટર શેર કરતા લખ્યુ, ‘તમારા માટે આ ક્રિસમસ પર આવનારી ગુડ ન્યૂઝમાં ફસાયેલો છું. જોડાયેલા રહો, વર્ષની સૌથી મોટી ગડબડ આવવાની છે.’ મેકર્સે પોસ્ટર સાથે જ જાહેરાત કરી છે કે આ ફિલ્મ 27 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.