મર્દાની 2નું ટ્રેલર રિલીઝ, ખૂંખાર રેપિસ્ટ સાથે રાનીનો જંગ

  • મર્દાની 2નું ટ્રેલર રિલીઝ, ખૂંખાર રેપિસ્ટ સાથે રાનીનો જંગ
    મર્દાની 2નું ટ્રેલર રિલીઝ, ખૂંખાર રેપિસ્ટ સાથે રાનીનો જંગ

મુંબઈ : બોલિવૂડમાં પોતાની અભિનયથી તમામનું દિલ જીતનારી અભિનેત્રી રાની મુખરજી લગ્ન અને પુત્રી આદિરાના જન્મ બાદ ફરીથી કમબેક કરી ચુકી છે. આજે રાનીની આગામી ફિલ્મ મર્દાની 2નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. યશ રાજ ફિલ્મ્સે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર મર્દાની શિવાની શિવાજી રોયની પ્રથમ ઝલક શેર કરી છે.  રાની મુખરજી મોટા પડદા પર છેલ્લીવાર 2018માં ફિલ્મ 'હિચકી'માં જોવા મળી હતી. મર્દાનીના પ્રથમ ભાગનું નિર્દેશન પ્રદીપ સરકારે કર્યું હતું. મર્દાની-2નું દિગ્દર્શન ડિરેક્ટર ગોપી પુથરણ દ્વારા કરવામાં આવ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં રાનીએ જણાવ્યું હતું કે મર્દાની ફિલ્મ હમેશાંથી મારા હૃદયની નજીક રહી  છે. જ્યારથી તે રિલીઝ થઈ  છે ત્યારથી જ  લોકો મને પૂછવા લાગ્યા હતાં કે મર્દાની ૨ ક્યારે આવશે. દિગ્દર્શક ગોપીએ આ વખતે મર્દાની 2ની ખૂબ જ સુંદર સ્ક્રિપ્ટ  લખી  છે.