અભિષેક માટે અત્યારે આ હસીના ઐશ્વર્યા કરતા પણ વધારે મહત્વની કારણ કે...

  • અભિષેક માટે અત્યારે આ હસીના ઐશ્વર્યા કરતા પણ વધારે મહત્વની કારણ કે...
    અભિષેક માટે અત્યારે આ હસીના ઐશ્વર્યા કરતા પણ વધારે મહત્વની કારણ કે...

મુંબઈ : બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન લાંબા સમયથી એક હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. અભિષેકના અંગત જીવનની વાત કરીએ તો તે પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથે ખુશખુશાલ છે પણ પ્રોફેશનલ ફ્રન્ટ પર તેને હિટ ફિલ્મની તલાશ છે. હવે અભિષેક બહુ જલ્દી ધ બિગ બુલ નામની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. આ ફિલ્મ કુખ્યાત સ્ટોકબ્રોકર હર્ષદ મહેતા ના જીવન પર આધારિત છે. કોકી ગુલાટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મ અજય દેવગન  પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિષેકની હિરોઇન તરીકે નિકિતા દત્તા ને સાઇન કરવામાં આવી હોવાના સમાચાર છે.  ધ બિગ બુલમાં હિરોઇન તરીકે પહેલાં ઇલિયાના ડિક્રુઝને સાઇન કરવાની ચર્ચા હતી પણ બોમ્બે ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આ રોલ નિકિતા દત્તાના ફાળે ગયો છે. નિકિતાએ દિલ્હીમાં આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. નિકિતા ફિલ્મ કબીર સિંહ માં તેના દમદાર રોલને કારણે ચર્ચામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં ઇલિયાના પણ છે પણ તે અભિષેકની હિરોઇન નથી. આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંતિમ તબક્કામાં શરૂ થશે.