દીપિકા અને રણવીરે 6 વર્ષની રિલેશનશીપ પછી કર્યા હતા લગ્ન, આ રીતે થઈ હતી પહેલી મુલાકાત

  • દીપિકા અને રણવીરે 6 વર્ષની રિલેશનશીપ પછી કર્યા હતા લગ્ન, આ રીતે થઈ હતી પહેલી મુલાકાત
    દીપિકા અને રણવીરે 6 વર્ષની રિલેશનશીપ પછી કર્યા હતા લગ્ન, આ રીતે થઈ હતી પહેલી મુલાકાત

બઈ : બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ  બોલિવૂડના પાવર કપલ છે. આ બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. તેઓ જ્યારે કરિયરમાં ટોપ પર હતા ત્યારે તેમણે ઇટાલીના લેક કોમોમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. આજે તેમની પહેલી વેડિંગ એનિવર્સરી છે. આ જોડીની લવસ્ટોરી પણ સુપરફિલ્મી છે. રણવીર સિંહ  અને દીપિકા પાદુકોણે રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પણ તેમની રિયલ લવસ્ટોરી વિશે બહુ ઓછા લોકોને ખબર છે.  રણવર અને દીપિકા બંનેની પહેલી મુલાકાત થઈ હતી. એ સમયે રણવીરે પહેલીવાર દીપિકાને જોઈ હતી અને તે દીપિકાને જોઈને એના પર ફિદા થઈ ગયો હતો. આ જોડીને ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામલીલામાં સાથે કામ કરવાની તક મળી હતી. તેમને આ ફિલ્મના સેટ પર સાથે સમય પસાર કરવાની તક મળી અને તેમનો પ્રેમ પુરબહારમાં ખીલી ઉઠ્યો.