સબરીમાલા કેસ મોટી બેન્ચને સોંપવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટે કહ્યું- મંદિર સુધી આ કેસ સીમિત નથી

  • સબરીમાલા કેસ મોટી બેન્ચને સોંપવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટે કહ્યું- મંદિર સુધી આ કેસ સીમિત નથી
    સબરીમાલા કેસ મોટી બેન્ચને સોંપવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટે કહ્યું- મંદિર સુધી આ કેસ સીમિત નથી

નવી દિલ્હી: કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશે સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસ મોટી બેન્ચને આપ્યો છે. આમ, હવે 7 જસ્ટિસની પેનલ દ્વારા આ કેસનો ચુકાદો આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તેમનો પહેલાનો નિર્ણય ફેરબદલ કરતાં કહ્યું છે કે, આ કેસ મંદિર સુધી સીમિત નથી. સબરીમાલા મામલે દાખલ પુન:વિચારણા અરજી વિશે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું છે કે, આ અરજી દાખલ કરનારનો હેતુ ધર્મ અને આસ્થા વિશે વાદ-વિવાદ શરૂ કરાવવાનો છે. મહિલાઓને ધાર્મિક સ્થળ પર પ્રવેશમાં પ્રતિબંઘ માત્ર સબરીમાલા સુધી સીમિત નથી. આ પ્રથા અન્ય ધર્મોમાં પણ પ્રચલિત છે. સુપ્રીમ કોર્ટે સબરીમાલા જેવા ધાર્મિક સ્થળ માટે સાર્વજનિક નીચિ બનાવવી જોઈએ. કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના રોજ 4:1ની બહુમતીથી મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી હતી. ત્યારપછી કેરળના ઘણાં જિલ્લામાં વિરોધ અને હિંસક પ્રદર્શન થયા હતા. ત્યાર પછી આ ચુકાદા પર પુન:વિચારણાની અરજી દાખલ કરવામાં આવી હતી. તે સિવાય 64 અન્ય અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. આ વિશે 6 ફેબ્રુઆરીએ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. ગુરુવારે નિર્ણય સંભળાવવાની બેન્ચમાં જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોક્ષા પણ સામેલ થયા હતા.