કપિલ શર્માએ કર્યો ખુલાસો, ક્યારે બનશે પિતા, ગુડ ન્યૂઝ પર અક્ષય કુમારે આપી શુભેચ્છા

  • કપિલ શર્માએ કર્યો ખુલાસો, ક્યારે બનશે પિતા, ગુડ ન્યૂઝ પર અક્ષય કુમારે આપી શુભેચ્છા
    કપિલ શર્માએ કર્યો ખુલાસો, ક્યારે બનશે પિતા, ગુડ ન્યૂઝ પર અક્ષય કુમારે આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ પોતાની કોમેડીથી દેશને હસાવનાર કપિલ શર્માના  ઘરે ટૂંક સમયમાં ખુશીનો વરસાદ થવાનો છે. કપિલ પિતા બનવાનો છે અને હવે તેણે આ સમયે ખુલાસો પણ કરી દીધો છે કે તેના ઘરે નવા સભ્યનું આગમન થવાનું છે. આ ખુલાસો વાત-વાતમાં થયો છે.  હકીકતમાં, અક્ષય કુમારે  ગુરૂવારે પોતાની ફિલ્મ ગુડ ન્યૂઝનો  ફર્સ્ટ લુક રિલીઝ કર્ય હતો. આ ફિલ્મ આઈવીએફના માધ્યમથી થનારી પ્રેગમેન્સીના વિષય પર આધારિત છે. ફિલ્મના પોસ્ટરો પર કરીના કપૂર અને કિયારા અડવાણીને પ્રેગનેન્સીની અવસ્થામાં દેખાડવામાં આવ્યા છે. આ પોસ્ટરને શેર કરવાની સાથે કપિલે પોતાનું રાઝ પણ ખોલી દીધું છે. કપિલે લખ્યું- શુભેચ્છા પાજી. પોસ્ટર ખુબ શાનદાર લાગી રહ્યું છે, પરંતુ મારા ગુડ ન્યૂઝ તમારા ગુડ ન્યૂઝ કરતા પહેલા આવી રહ્યાં છે.