J&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે 'ઓસામા', ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર

  • J&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે 'ઓસામા', ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર
    J&Kને લોહીયાળ કરવા માટે આવી રહ્યો છે 'ઓસામા', ભારતીય સેના પણ ખુડદો બોલાવવા તૈયાર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ની આગ ભડકાવવાની કોશિશ કરવા માટે પાકિસ્તાન હવે મૌલાના મસૂદ અઝહરના એક સંબંધી ઓસામા યુસુફને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ગુપ્તચર એજનસીઓના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઓસામા LoC નજીક આતંકીઓના સિયાલકોટની આસપાસના લોન્ચ પેડ પર અનેકવાર જોવા મળ્યો છે. પાકિસ્તાની સેના તેને એલઓસી પાર કરાવતા પહેલા અનેકવાર ડ્રોન મોકલીને જોઈ ચૂકી છે કે ભારતીય સુરક્ષા દળોની સતર્કતા કેટલી છે. પાકિસ્તાની સેના તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે સરહદ પાર કરાવવા માટે પૂરેપૂરી ચોક્કસાઈ વર્તી રહી છે.  ઓસામા મસૂદનો ઉત્તરાધિકારી ગણાય છે. તેણે વર્ષ 2018માં અફઘાનિસ્તાનમાં ઈસ્લામીક આતંકીઓને તાલીમ આપી અને નવા જેહાદીઓની ભરતીમાં પણ તેની મોટી ભૂમિકા રહે છે. આ અગાઉ તેને માનસેરા જિલ્લાના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓના ટ્રેનિંગ કેમ્પનો ઈન્ચાર્જ બનાવવામાં આવ્યો હતો. આ એ જ કેમ્પ છે જેને ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરીમાં બોમ્બવર્ષા કરીને તબાહ કર્યો હતો.