રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આપ્યો ..

  • રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આપ્યો ..
    રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આપ્યો ..

નવી દિલ્હી : રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. રાફેલ કેસમાં પુન: તપાસ જરૂરી ન હોવાનું કોર્ટનું અવલોકન. સુપ્રીમ કોર્ટના આ આદેશને પગલે કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. કેન્દ્રની ભાજપ સરકાર સામે રાફેલ ડિલમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ સાથે કોંગ્રેસ દ્વારા પુન: તપાસની માંગ કરવામાં આવી હતી. બહુચર્ચિત રાફેલ ડિલ કેસની સુનાવણી દરમિયાન અરજીકર્તા વકીલ પ્રશાંત ભૂષણ, પૂર્વ કેન્દ્રિય મંત્રી અરૂણ શૌરી અને યશવંત સિંહા સહિત દ્વારા રાફેલ ડીલ મામલે SIT તપાસની માંગ કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, રાફેલ દેશની જરૂરીયાત છે અને અરજીકર્તાની અરજી રદ કરવાની માંગ કરી હતી.