નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના બોર્ડમાં સભ્ય બન્યા, 150 વર્ષમાં પ્રથમ ભારતીય

  • નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના બોર્ડમાં સભ્ય બન્યા, 150 વર્ષમાં પ્રથમ ભારતીય
    નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના બોર્ડમાં સભ્ય બન્યા, 150 વર્ષમાં પ્રથમ ભારતીય

નવી દિલ્હીઃ રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સનનીતા અંબાણીનો ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના) બોર્ડમાં સભ્ય  બનાવાયા છે. નીતા અંબાણી  મ્યુઝિયમના પ્રથમ માનદ ટ્રસ્ટી બન્યાં છે. તેઓ આ સંગ્રહાલયના 150 વર્ષના ઈતિહાસમાં) ટ્રસ્ટીની ભૂમિકા નિભાવનારા પ્રથમ ભારતીય બનશે. મ્યુઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ આ જાહેરાત કરી છે.  ઉલ્લેખનીય છે કે, નીતા અંબાણી છેલ્લા ઘણા વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝિયમ દ્વારા આયોજિત કરવામાં આવતા પ્રદર્શનોને ટેકો આપી રહ્યાં છે. આ અમેરિકાનું સૌથી મોટું અને સૌથી જુનું આર્ટ મ્યુઝિયમ છે.  મ્યુઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ નીતા અંબાણીના બોર્ડના સભ્ય બન્યાની જાહેરાત કરતા જણાવ્યું કે, "ભારતીય કલા અને સંસ્કૃતિને સંરક્ષિત રાખવા અને પ્રોત્સાહિત કરવામાં શ્રીમતી નીતા અંબાણીની પ્રતિબદ્ધતા અસામાન્ય છે. તેમના બોર્ડના સભ્ય બનવાથી મ્યુઝિયમની ક્ષમતાઓમાં વધારો થશે. નીતા અંબાણીનું સ્વાગત કરતા અમે ખુબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છીએ."