ગાંધીનગર : પાક વિમા સિવાય વધુ સરકાર દ્વારા 700 કરોડની સહાય પેકેજની જાહેરાત, કુલ ૪ લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે

  • ગાંધીનગર : પાક વિમા સિવાય વધુ સરકાર દ્વારા 700 કરોડની સહાય પેકેજની જાહેરાત, કુલ ૪ લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે
    ગાંધીનગર : પાક વિમા સિવાય વધુ સરકાર દ્વારા 700 કરોડની સહાય પેકેજની જાહેરાત, કુલ ૪ લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે

ગાંધીનગર : આજે ગુજરાત સરકારનાં કેબિનેટ સ્તરની બેઠક યોજાઇ હતી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા પાક વિમા ઉપરાંત 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ ઉપરાંત ખેડૂતોને બાંહેધરી આપવામાં આવી હતી કે ખેડૂતોને કોઇ પણ પ્રકારે સમસ્યા ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.
રાજ્ય પડેલા લીલા દુષ્કાળને પગલે આજે રાજ્ય સરકારે 4 લાખ કરતા વધુ ખેડૂતોને પાક વિમા સિવાયની વધારાની રૂ.700 કરોડની સહાય જાહેર કરી છે.કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ રાજ્ય સરકારે મદદ માટે ખેડૂતોને હૈયા ધારણા આપી છે. અત્યાર સુધીમાં 5 લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ખેડૂતોમાંથી જેમને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને 1 હેક્ટર દીઠ પિયતમાં રૂ. 13, 500 અને બિન પિયતમાં હેકટર દીઠ રૂ. 6800 સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો ખેડૂતોને વધુ સહાય ચૂકવવી પડશે તો તે રાજ્ય સરકારના બજેટમાંથી પણ ચૂકવવામાં આવશે. ખેડૂતોના પાકના અંદાજો કૃષિ વિભાગ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે. આ સહાય લાભાર્થી ખેડૂતોને તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે. જે ખેડૂતોએ પાકનો વીમો લીધો નથી તે ખેડૂતોને પણ મળશે લાભ
ગુજરાતના તાતને ટેકો આપવાનો સરકારનો નિર્ણય
બે લાખથી વધુ ખેડૂતોને આર્થિક સહાયનો લાભ મળશે
33 ટકા નુકસાની હોય તે કિસ્સામાં કેન્દ્રીય ધોરણે સહાય કરાશે
કમોસમી વરસાદથી નુકસાની પામેલા ખેડૂતો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ
અંદાજે ૪ લાખ ખેડૂતોને ૭૦૦ કરોડના સહાય પેકેજનો મળશે લાભ
ખેડૂતોને આરટીજીએસ અથવા કલેકટર મારફતે ચૂકવાશે સહાય
પાક વીમો લીધો હોય તેવા ખેડૂતોને સરવે બાદ ચૂકવાશે સહાય
પાક વીમો લીધો ન હોય તેવા ખેડૂતોને પણ અપાશે સહાય
પિયતવાળી જમીન માટે પ્રતિ હેકટર ૧૩૫૦૦ની સહાય
બિનપિયતવાળી જમીન માટે પ્રતિ હેકટર ૬૭૦૦ની સહાય