ઈમરાન સરકાર સૈન્ય એક્ટમાં ફેરફાર નહીં કરે , મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યા

  • ઈમરાન સરકાર સૈન્ય એક્ટમાં ફેરફાર નહીં કરે , મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યા
    ઈમરાન સરકાર સૈન્ય એક્ટમાં ફેરફાર નહીં કરે , મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યા

નવી દિલ્હીઃ અગાઉ એવા સમાચાર પ્રસારિત થયા હતા કે પાકિસ્તાન હવે તેના સૈન્ય એક્ટમાં ફેરફાર કરશે, જેથી કુલભૂષણ જાધવ તેમને આપવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ સિવિલ કોર્ટમાં અપીલ કરી શકે. બુધવારે પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી હતી. જોકે હવે પાકિસ્કુતાને હવે આ સામાચારોનું ખંડન કરીને જણાવ્યું હતું કે અત્યારે સૈન્ય એક્ટમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. આ મુદ્દે બધી બાબતો વિચારાધીન છે અને ટૂંક સમયમાં તે અંગે માહિતી જાહેર કરવામાં આવશે. લભૂષણ જાધવને(49) 2017માં પાકિસ્તાનની સૈન્ય કોર્ટે આતંકી પ્રવૃત્તિઓ અને જાસૂસીના આરોપમાં મોતની સજા સંભળાવી હતી.