મહારાષ્ટ્રઃ ચરમસીમાએ પહોંચ્યો રાજકીય ડ્રામા, રાજ્યપાલે NCPને મળવા બોલાવી

  • મહારાષ્ટ્રઃ ચરમસીમાએ પહોંચ્યો રાજકીય ડ્રામા, રાજ્યપાલે NCPને મળવા બોલાવી
    મહારાષ્ટ્રઃ ચરમસીમાએ પહોંચ્યો રાજકીય ડ્રામા, રાજ્યપાલે NCPને મળવા બોલાવી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે રાજકીય ડ્રામા હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. શિવસેનાને વધુ સમય આપવાનો ઈનકાર કર્યા પછી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યની ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપીને મળવા માટે બોલાવી છે. 

આ અંગે એનસીપીના નેતા અજિત પવારે કહ્યું કે, "ગવર્નરે અમને મળવા માટે બોલાવ્યા છે. છગન ભુજબળ, જયંત પાટિલ અને અન્ય નેતાઓ સાથે હું રાજ્પાલને મળવા જવાનો છું. રાજ્યપાલે અમને શા માટે મલવા બોલાવ્યા તેનું કારણ અમને ખબર નથી. ગવર્નર રાજ્યની મહત્વની વ્યક્તિ છે એટલે અમે તેમને મળવા જઈ રહ્યા છીએ."

એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે, "રાજ્યપાલ દ્વારા અમને મળવા માટે બોલાવાયા છે. અમારું પ્રતિનિધિમંડળ તેમને મળવા જઈ રહ્યું છે. રાજ્યપાલ તરફથી પત્ર મળી ગયા પછી અમે અમારી સાથી પાર્ટી કોંગ્રેસ સાથે રાજ્યમાં સ્થિર સરકાર કેવી રીતે આપી શકાય તેના અંગે ચર્ચા કરીશું."