સોમનાથ મંદિરની માફક બનશે ટ્રસ્ટ, જાણો ક્યારે શરૂ થશે રામ મંદિરનું નિર્માણ

  • સોમનાથ મંદિરની માફક બનશે ટ્રસ્ટ, જાણો ક્યારે શરૂ થશે રામ મંદિરનું નિર્માણ
    સોમનાથ મંદિરની માફક બનશે ટ્રસ્ટ, જાણો ક્યારે શરૂ થશે રામ મંદિરનું નિર્માણ

નવી દિલ્હી: અયોધ્યા માં રામ મંદિરના પક્ષમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂકાદો આપ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (RSS)ના સૂત્રોનું કહેવું છે કે આગામી વર્ષે 2020થી નિર્માણ શરૂ થઇ જશે. તેના માટે શુભ મુહૂર્ત જોવામાં આવશે. હાલ જે જગ્યાએ ચબુતરા પર રામલલા બિરાજમાન છે, ત્યાં જ મંદિરનો ગર્ભગૃહ હશે.  

સુપ્રીમ કોર્ટના આદેશના અનુસાર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થશે. સુપ્રીમ કોર્ટે કેંદ્વ સરકાર પાસે ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ રચવા માટે કહ્યું છે. હવે આ ટ્રસ્ટમાં સામેલ થનાર ચહેરાને લઇને બધાની નજરો મંડાયેલી છે.