શેફાલી બની ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારનારી સૌથી યુવાન ભારતીય, સચિનનો રેકોર્ડ તોડ્યો

  • શેફાલી બની ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારનારી સૌથી યુવાન ભારતીય, સચિનનો રેકોર્ડ તોડ્યો
    શેફાલી બની ઈન્ટરનેશનલ ફિફ્ટી ફટકારનારી સૌથી યુવાન ભારતીય, સચિનનો રેકોર્ડ તોડ્યો

 ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડીઝને હરાવવાની સાથે જ અનેક રેકોર્ડ પણ પોતાને નામ કર્યા છે. જેમાં સૌથી વિશેષ શેફાલી વર્માનો રહ્યો છે. શેફાલીએ શનિવારે ડેરન સમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અડધી સદી ફટકારનારી સૌથી યુવાન ક્રિકેટર બની ગઈ છે. શેફાલીએ આ બાબતે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. 

શેફાલીનો રેકોર્ડ 
આ મેચમાં શેફાલીએ 49 બોલમાં 79 રનની તોફાની બેટિંગ કરી હતી. શેફાલીએ મેચમાં મંધાના સાથે મળીને પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી, જે મહિલા ટીમ ઈન્ડિયામાં કોઈ પણ વિકેટ માટે ટી20નો રેકોર્ડ છે. આ અગાઉ તિરુષી કામિની અને પૂનમ રાઉતે બાંગ્લાદેશ સામે 2013માં 130 રનની ભાગીદારી કરીને કોઈ પણ વિકેટ માટે ટી20નો રેકોર્ડ બનાવ્યો હતો. આ દુનિયાની કોઈ પણ વિકેટ માટે 14મી અને પ્રથમ વિકેટ માટે 8મી સૌથી મોટી ભાગીદારી હતી.

સચિનનો રેકોર્ડ તોડ્યો 
શેફાલીએ 15 વર્ષ 285 દિવસની વયે અડધી સદી ફટકારી છે. શેફાલીએ આ રેકોર્ડ સાથે જ સચિન તેંડુલકરને પણ પાછળ પાડી દીધો છે. સચિને 16 વર્ષ 214 દિવસની વયે ભારત માટે પ્રથમ ટેસ્ટ અડધી સદી ફટકારી હતી.